UP election: જાટ નેતાઓ સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યું- જયંત ભાઇએ ખોટું ઘર પસંદ કરી લીધુ
UP election: જાટ નેતાઓ સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યું- જયંત ભાઇએ ખોટું ઘર પસંદ કરી લીધુ
અમિત શાહની ફાઈલ તસવીર
Amit Shah meets up jat leaders: અમિત શાહે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી (National Lok Dal president Jayant Chaudhary) વિશે પણ મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે જયંત ચૌધરી (Jayant Chaudhary)એ ફરી એકવાર ખોટું ઘર પસંદ કર્યું છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) બુધવારે યુપી ચૂંટણી (U.P. Election) પહેલા પશ્ચિમના જાટોને આકર્ષવા માટે ભાજપના સાંસદ પરવેશ વર્મા (BJP MP Parvesh Varma)ના ઘરે લગભગ 250 જાટ નેતાઓને મળ્યા હતા અને ભાજપ (BJP) માટે સમર્થન માંગ્યું હતું. બેઠક બાદ અમિત શાહે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી (National Lok Dal president Jayant Chaudhary) વિશે પણ મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે જયંત ચૌધરી (Jayant Chaudhary)એ ફરી એકવાર ખોટું ઘર પસંદ કર્યું છે. ઈશારામાં તેમણે સમાજવાદી પાર્ટી અને આરએલડી ગઠબંધન (SP and RLD alliance) પર નિશાનો સાધ્યો હતો.
અમિત શાહે કહયું,‘હું અત્યારે પણ કહી રહ્યો છું કે, જયંત ભાઇએ ખોટું ઘર પસંદ કરી લીધુ છે. હું 2013માં પણ તમારી પાસે આવ્યો હતો. અમે 2014માં સરકાર બનાવી હતી. 2017માં ફરી સરકાર બની અને આશીર્વાદ આપ્યા અને પ્રેમ પણ આપ્યો. 2019માં પણ આવ્યો.
મારા પ્રમુખ રહેતા જાટ સમુદાયે ટી.ઓ.ની ચૂંટણીમાં દીલ ખોલીને સમર્થન આપ્યું હતું. જાટ પણ ખેડૂતનું સાંભળે છે. ભાજપ પણ ખેડૂતનું સાંભળે છે. જાટ સમાજે મતોથી પોતાની ઝોળી ભરી દીધી. જાટ દેશની સુરક્ષા વિશે વિચારે છે. ભાજપ પણ રાષ્ટ્રીય સુરક્ષાનું વિચારે છે.
મોદીજીએ ટિકૈતને માન આપ્યું. વર્ષોથી મોદીજીએ વન રેન્ક વન પેન્શનની માંગણી કરી હતી. તમે પાર્ટીને મજબૂત કરી છે. ભાજપ પર જાટ સમુદાયનો અધિકાર છે. ભાજપે સૌથી વધુ જાટ મંત્રીઓ અને ધારાસભ્યો આપ્યા છે’.
જાટોને બીજેપીને વોટ આપવા અપીલ કરી
અમિત શાહે જાટ નેતાઓને કહ્યું કે કાશ્મીરમાં 40 હજાર લોકો માર્યા ગયા અને તેની કોઈએ જવાબદારી નથી લીધી. જ્યારે પુલવામામાં હુમલો થયો ત્યારે અમે હવાઈ હુમલો કર્યો અને બદલો લીધો. ખેડૂતોના ખાતામાં 80 હજાર કરોડ નાંખ્યા. 5 રાજ્યોમાં શેરડી, ખાંડ, ઘઉં, બટાકા, આમળા અને દૂધનું ઉત્પાદન થતું નથી. હવે નંબર 1 પર છે.
યોગી સરકાર આવી ત્યારે ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. જેઓ મૂછો પર ધ્યાન આપતા હતા તેઓ યુપી છોડી ગયા છે કે નહીં, તમે જ કહો. અમિત શાહે આ પ્રસંગે જાટોને એક થવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે શામલીમાં 250 કરોડના ખર્ચે PACનું મુખ્યાલય બનાવવામાં આવી રહ્યું છે. ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં મેટ્રો લાવ્યા અને સ્માર્ટ સીટી બનાવવાની કામગીરી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર