Home /News /national-international /

Uttar Pradesh Election Results: ભાજપાની શાનદાર જીત પર અમિત શાહે જનતાનો આભાર માન્યો

Uttar Pradesh Election Results: ભાજપાની શાનદાર જીત પર અમિત શાહે જનતાનો આભાર માન્યો

ઉત્તર પ્રદેશ ચૂંટણી

ઉત્તર પ્રદેશ ચૂંટણી પરિણામ 2022 (Uttar Pradesh election results 2022) : 2017ની વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધન એટલે કે ભાજપ+ગઠબંધનને કુલ 325 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપ એકલાએ 312 સીટો જીતવામાં સફળતા મેળવી હતી. સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં ફક્ત 54 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો

વધુ જુઓ ...
  લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022 માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. અંતિમ તબક્કાનું મતદાન (UP Election Result) સાતમી માર્ચના રોજ પૂર્ણ થયું હતું. ઉત્તર પ્રદેશમાં આજે ડઝનેક મતદાન કેન્દ્રો પર આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી (Uttar Pradesh Election Counting) શરૂઆત થઈ ગઈ છે. આ વખતની ચૂંટણી યૂપી માટે અનેક રીતે મહત્ત્વની છે. આ વખતે અનેક ગઠબંધનો તૂટ્યા તો અનેક નવા બન્યા છે.

  Latest Updates:

  • ગૃહમંત્રી અમિત શાહે ભાજપામાં વિશ્વાસ યથાવત્ રાખવા માટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની જનતાનો આભાર માન્યો હતો. અમિત શાહે જીત પછી કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભ્રષ્ટાચાર અને ભય મુક્ત સુશાસન પર પોતાની મોહર લગાવી છે. 2014, 2019ની લોકસભા ચૂંટણી અને 2017, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવા માટે ઉત્તર પ્રદેશના લોકોને નમન કરું છું.

  • ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સતત સાતમી વખત જીત નોંધાવીને કુંડાના રાજા ભૈયાના નામથી પ્રખ્યાત રઘુરાજ પ્રતાપ સિંહે મોટો રેકોર્ડ બનાવ્યો છે. પ્રતાપગઢની કુંડા સીટ પર ફરી એકવાર રઘુરાજ પ્રતાપ સિંહે જીત મેળવી છે. યૂપીની આ સીટની ઘણી ચર્ચા રહે છે. કારણ કે કુંડામાં ફક્ત એક જ વ્યક્તિ રાજા ભૈયા રાજ ચલાવે છે.

  • ગત વર્ષે 3 ઓક્ટોબરે થયેલી હિંસા પછી ચર્ચામાં આવેલા લખીમપુર ખીરીમાં જિલ્લાની 8 સીટો પર ભાજપાનો વિજય થયો છે. શરૂઆતથી જ 6 સીટો પર ભાજપા આગળ ચાલી રહ્યું હતું. બાકી 2 સીટો પર સમાજવાદી પાર્ટી આગળ ચાલી રહી હતી. જોકે સાંજ થતા-થતા ભાજપાના પક્ષમાં આવી ગઈ હતી.


  ● કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજને મળી મોટી જીત. 1.75 લાખ મતથી ચૂંટણી જીત્યા. રામપુર સદર બેઠક પરથી આઝમ ખાનની જીત થઈ છે. રામપુરની જ સ્વાર વિધાનસભા બેઠક પરથી સપાના ઉમેદવાર અને આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાની જીત થઈ છે. આઝમ ખાન હાલ જેલમાં બંધ છે.

  ● ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી છોડીને સપામાં ગયેલા સ્વામી પ્રસાદ મૌર્ય ચૂંટણી હારી ગયા છે.

  ● પ્રયાગરાજથી ભાજપા સાંસદ રીટા બહુગુણા જોશીએ કહ્યુ કે, "લોકોએ વિકાસ અને શાંતિને મત આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં 30 વર્ષ પછી સતત બીજી વખત કોઈ પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. મને આશા છે કે મતગણતરી પૂર્ણ થશે ત્યાં સુધી બીજેપીના ખાતામાં 300 બેઠક હશે."

  ● BSP પોલિંગ એજન્ટને હાર્ટ અટેક : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે મતગણતરી કેન્દ્રમાં બહુજન સમાજ પાર્ટીના પોલિંગ એજન્ટ અંકિત યાદવાની અચાનક હાર્ટ અટેક આવ્યો છે. જે બાદમાં તેને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડાયા હતા. તેઓ ગાઝિયાબાદ શહેર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રના ટેબલ નંબર 11 પર તૈનાત હતા.

  ● શરૂઆતના વલણમાં જીત મળતી જોઈને ભારતીય જનતા પાર્ટીએ તમામ જીતેલા ઉમેદવારોને લખનઉ બોલાવ્યા છે.

  ● 11:15 વાગ્યાના અપડેટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 263 બેઠક  અને સમાજવાદી પાર્ટી 126 બેઠક પર આગળ ચાલી રહી છે.

  ●  ભાજપનો સાથે છોડીને સપામાં ગયેલા સ્વામી પ્રસાદ મૌર્ય માટે જીત મુશ્કેલ. ફાજિલનગર વિધાનસભા બેઠક પરથી સ્વામી પ્રસાદ મૌર્ય 15 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે.

  ●  ભાજપના વરિષ્ઠ મંત્રી સુરેશ રાણા પણ સતત પાછળ ચાલી રહ્યા છે. તેઓ પોતાના પ્રતિસ્પર્ધીથી 1700 મતથી પાછળ ચાલી રહ્યા છે. સુરેશ રાણાનું નામ મુઝફ્ફરનગર તોફાનમાં પણ આવ્યું હતું.

  ●  વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 244 બેઠક પર આગળ ચાલી રહી છે. સપા 100થી વધારે બેઠક પર આગળ છે.

  10:15 વાગ્યાના અપડેટ

  ● લખીમપુર ખીરીની આઠ બેઠકમાંથી છ બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. બે બેઠક પર સપાના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

  10:00 વાગ્યાના અપડેટ

  ● વલણ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં બીજેપીને બહુમત. વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 221થી વધારે બેઠક પર આગળ છે. પૂર્ણ બહુમત માટે યૂપીમાં 203 બેઠક પર જીત જરૂરી.

  9:45 વાગ્યાના અપડેટ

  ● વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 194, સમાજવાદી પાર્ટી 44, કૉંગ્રેસ 5 અને બહુજન સમાજ પાર્ટી 7 બેઠક પર આગળ છે.

  9:30 વાગ્યાના અપડેટ

  ● ગોરખપુર બેઠક પરથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઓછામાં ઓછા 5000 મતથી આગળ ચાલી રહ્યા છે.

  9:00 વાગ્યાના અપડેટ

  ● શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી વલણ પ્રમાણે આગળ ચાલી રહી છે. યૂપીના કેસમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા છે.

  8:30 વાગ્યાના અપડેટ

  ● ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બીજેપી આ ચૂંટણી જીતશે તો યોગી આદિત્યનાથ બીજા પાંચ વર્ષ માટે સીએમની ખુરશી પર બિરાજમાન થશે.

  8:15 વાગ્યાના અપડેટ

  ● શરૂઆતના વલણ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે પણ યૂપીમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી હતી.

  8:00 વાગ્યાના અપડેટ

  ● આઠ વાગતાની સાથે મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવશે. આજે યુપીમાં બે સૌથી મોટી રાજકીય પાર્ટી બીજેપી અને બસપાના ભાવિનો ફેંસલો થશે.

  અનેક ગઠબંધન તૂટ્યા અનેક નવા રચાયા

  2017ની વિધાનસભા ચૂંટણી સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસે સાથે મળીને લડી હતી. સમાજવાદી પાર્ટી આ વખતે રાષ્ટ્રીય લોકદળ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ પણ ચૂંટણી મેદાનમાં ઉતરતા દલિત મતોને લઈને નવા સમીકરણો બનવાની સંભાવના છે. આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ અનેક બેઠકો પર ચૂંટણી લડી છે. ઓવૈસીએ ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવતી વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે.

  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (Uttar Pradesh Assembly Elections 2022)

  એક્ઝિટ પોલ

  તમામ એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકો પર મતદાન થયું છે.

  એસપી વી. બીજેપી

  ઉત્તર પ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરમાંથી ચૂંટણી લડ્યા છે. તો પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ (Akhilesh Yadav) કરહલ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા છે.

  આ પણ વાંચો: Exit Polls પ્રમાણે યૂપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં BJPની સરકાર

  2017 ચૂંટણી પરિણામ

  2017ની વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધન એટલે કે ભાજપ+ગઠબંધનને કુલ 325 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપ એકલાએ 312 સીટો જીતવામાં સફળતા મેળવી હતી. બીજેપી ગઠબંધનના અન્ય બે પક્ષોમાં, અપના દળ (એસ) 11માંથી 9 બેઠક જીતી હતી.ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીએ આઠમાંથી ચાર બેઠકો જીતી હતી.

  ચૂંટણી પરિણામ Live: પરિણામને લઈને તમામ તાજા અપડેટ્સ વાંચવા ક્લિક કરો.

  સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં ફક્ત 54 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ માત્ર સાત બેઠકો જીતી શકી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીને માત્ર 47 બેઠકો મળી હતી. બસપાએ 19 બેઠકો મળી હતી. એક સીટ આરએલડીને અને 4 સીટ અન્યના ખાતામાં ગઇ હતી.

  શું યોગી કરશે કમાલ?

  આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ અનેક રીતે અલગ સાબિત થઈ શકે છે. જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે અને યોગી આદિત્યનાથને જ ફરીથી સીએમ બનાવવામાં આવે છે તો તેઓ પ્રથમ એવા બીજેપી નેતા બનશે જેઓ સતત બીજી વખત પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદ સંભાળશે.

  શું અખિલેશ સત્તા વાપસી કરાવી શકશે?

  અખિલેશ યાદવે આ ચૂંટણી પોતાની આગેવાની હેઠળ લડી છે. આ વખતે તેમની પ્રતિષ્ઠા પર દાવ લાગ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે શું અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીને સત્તા વાપસી કરાવી શકશે.

  ચૂંટણી રાજનીતિમાં બસપાનું ભવિષ્ય

  છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં બસપાના માયાવતી ખૂબ ખરાબ રીતે હાર્યાં છે. આ વખતની ચૂંટણીથી બસપા અને માયાવતીને ખૂબ આશા છે. બસપા માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન છે.

  પ્રિયંકા ગાંધી કૉંગ્રેસને સંજીવની આપી શકશે?

  કૉંગ્રેસ પાર્ટીએ આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રિયંકા ગાંધી વાડ્રાની આગેવાનીમાં લડી છે. મતગણતરી પહેલા એ મુદ્દાએ જોર પકડ્યું છે કે શું દેશના સૌથી મોટા રાજ્યમાં પ્રિયંકા કૉંગ્રેસ પાર્ટીને સંજીવની અપાવવામાં સફળ રહેશે?
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Assembly Election Results, Election Results 2022, Yogi adityanath, ઉત્તર પ્રદેશ

  આગામી સમાચાર