Home /News /national-international /UP Election Result પહેલા જ શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી, બીજેપી જીતે તો યૂપી છોડવાની કરી હતી જાહેરાત
UP Election Result પહેલા જ શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી, બીજેપી જીતે તો યૂપી છોડવાની કરી હતી જાહેરાત
મુનવ્વર રાણા (ફાઇલ તસવીર)
Munawwar Rana Health: પ્રસિદ્ધ શાયર મુન્નવાર રાણાએ એક નિવેદમાં કહ્યુ હતુ કે, પાંચ વર્ષ તો આપણે બચી ગયા છીએ, જો આગામી પાંચ વર્ષમાં પણ યોગી આવી જશે તો આપણ જીવતા નહીં રહીએ.
લખનઉ: ઉત્તર પ્રદેશ ચૂંટણી 2022 (Uttar Pradesh Election Result)માં ભારતીય જનતા પાર્ટીની જીત થવા પર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh Vidhan Sabha Chunav Parinam) છોડીને ચાલ્યા જવાની જાહેરાત કરનારા પ્રસિદ્ધ શાયર મુન્નવર રાણાની તબિયત બગડી છે. યૂપી ચૂંટણીના પરિણામ પહેલા જ મુન્નવર રાણા (Poet Munawwar Rana)ની તબિયત બગડી છે. વલણ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની રહી છે. એવા સમયે મુન્નવર રાણાએ પોતાના નિવેદનને લઈને કંઈ પણ કહેવાન ઇન્કાર કરી દીધો છે.
ત્રણ દિવસથી તબિયત ખરાબ
એવું કહેવામાં આવે છે કે તેમની તબિયત છેલ્લા ત્રણ દિવસથી ખરાબ છે. તેઓ ઘરે જ પોતાની સારવાર કરાવી રહ્યા છે. વલણ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે ત્યારે એ જાણવું જરૂરી રહેશે કે શું તેઓ ખરેખર ઉત્તર પ્રદેશ છોડીને ચાલ્યા જશે? જોકે, મીડિયાકર્મીઓએ જ્યારે આ નિવેદન મામલે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. ગત દિવસોમાં તેમણે જાહેરમાં એવું નિવેદન કર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જો ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો તેઓ રાજ્ય છોડી દેશે.
મુન્નવર રાણાએ શું કહ્યું હતું?
પ્રસિદ્ધ શાયર મુન્નવાર રાણાએ એક નિવેદમાં કહ્યુ હતુ કે, પાંચ વર્ષ તો આપણે બચી ગયા છીએ, જો આગામી પાંચ વર્ષમાં પણ યોગી આવી જશે તો આપણ જીવતા નહીં રહીએ. મરવાનું તો છે જ પરંતુ કમોતે નથી મરવા માંગતા. બીજેપીના નેતાઓ પલાયન કરનારાઓને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શોધી રહ્યા છે, પરંતુ હું અહીં પલાયન કરવા માટે બેઠો છું. મને કોઈ નથી મળી રહ્યું. હું આ જ દેશમાં રહીશ, એ લોકો બીજા હતા, જેઓ કરાંચી ચાલ્યા ગયા.
2017ની વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધન એટલે કે ભાજપ+ગઠબંધનને કુલ 325 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપ એકલાએ 312 સીટો જીતવામાં સફળતા મેળવી હતી. બીજેપી ગઠબંધનના અન્ય બે પક્ષોમાં, અપના દળ (એસ) 11માંથી 9 બેઠક જીતી હતી.ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીએ આઠમાંથી ચાર બેઠકો જીતી હતી.
સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં ફક્ત 54 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ માત્ર સાત બેઠકો જીતી શકી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીને માત્ર 47 બેઠકો મળી હતી. બસપાએ 19 બેઠકો મળી હતી. એક સીટ આરએલડીને અને 4 સીટ અન્યના ખાતામાં ગઇ હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર