UP Elections Results 2022: યૂપીમાં ચૂંટણી પરિણામ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી પ્રતિક્રિયા
UP Elections Results 2022: યૂપીમાં ચૂંટણી પરિણામ પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી પ્રતિક્રિયા
રાકેશ ટિકૈત (ફાઇલ તસવીર)
Rakesh Tikait On UP Election Results 2022: રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે અમે અમારું કામ કરી રહ્યા છીએ. ચૂંટણી કોઈ પણ પાર્ટી જીતે, અમારું આંદોલન નબળું નથી પડ્યું. અમારું આંદોલન સફળ રહ્યું છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ ચૂંટણી 2022 ( UP Election Results 2022)ના પરિણામ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh Election Results 2022)માં બીજેપીની જીત નિશ્ચિત છે. બપોરના 1:55 વાગ્યાના આંકડા પ્રમાણે બીજેપી 260 બેઠક પર આગળ છે, જ્યારે સમાજવાદી પાર્ટી (SP) 138 બેઠક પર આગળ છે. કૉંગ્રેસ (INC) ત્રણ બેઠક અને બસપા (BSP) એક બેઠક પર આગળ છે. બીજી તરફ બીજેપીના મળી રહેલી જીત વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)ની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. રાકેશ ટિકૈતે વલણને લઈને ન્યૂઝ18 સાથે ખાત વાતચીત કરી હતી. રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, અમે અમારું કામ કરી રહ્યા છીએ. ચૂંટણી કોઈ પણ પાર્ટી જીતે, અમારું આંદોલન નબળું નથી પડ્યું. અમારું આંદોલન સફળ રહ્યું છે.
રાકેશ ટિકૈતે પશ્ચિમ યૂપીમાં બીજેપીના જોરદાર સમર્થન મળવાના સવાલ પર કહ્યુ કે, મત મેળવવાની અનેક રીત છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વિકાસના કામ નથી થયા. એવું કહી શકાય નહીં કે મત કોના ખાતામાં જઈ રહ્યા છે. મતદાન વખતે કોના દિમાગમાં શું ચાલી રહ્યું હોય તે કહી શકાતું નથી. અમારું આંદોલન સફળ રહ્યું છે.
ખેડૂતો અમારી સાથે રહેશ: રાકેશ ટિકૈત
ખેડૂતો બીજેપી સાથે ગયા હોવાના સવાલ પર રાકેશ ટિકૈતે કહ્યુ કે, ખેડૂતોએ વોટ ભલે ભારતીય જનતા પાર્ટીને આપ્યા હોય પરંતુ આંદોલનમાં તેઓ અમારી સાથે છે. આંદોલન સમયે ખેડૂતો અમારી સાથે રહેશે. સરકાર કોઈની પણ હોય પરંતુ જે નીતિઓમાં ખોટ હશે તો અમે ભવિષ્યમાં પણ આંદોલન કરીશું.
રાકેશ ટિકૈતનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા કિસાન બિલ સહિત અનેક મુદ્દાઓને લઈને મોટું પ્રદર્શન કર્યું હતું. તેમણે ખેડૂતોને સરકારની નીતિઓ અને કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે ઉશ્કેર્યાં હતા. આ દરમિયાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, પાંચેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોના મુદ્દાને લઈને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે રાકેશ ટિકૈતના આંદોલન વખતે સમાજવાદી પાર્ટીના અનેક નેતાઓ પણ તેમની સાથે દેખાયા હતા.
2017ની વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધન એટલે કે ભાજપ+ગઠબંધનને કુલ 325 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપ એકલાએ 312 સીટો જીતવામાં સફળતા મેળવી હતી. બીજેપી ગઠબંધનના અન્ય બે પક્ષોમાં, અપના દળ (એસ) 11માંથી 9 બેઠક જીતી હતી.ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીએ આઠમાંથી ચાર બેઠકો જીતી હતી.
સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં ફક્ત 54 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ માત્ર સાત બેઠકો જીતી શકી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીને માત્ર 47 બેઠકો મળી હતી. બસપાએ 19 બેઠકો મળી હતી. એક સીટ આરએલડીને અને 4 સીટ અન્યના ખાતામાં ગઇ હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર