Home /News /national-international /

UP Elections Results 2022: ઉત્તર પ્રદેશમાં ખૂબ ચાલ્યું 'બાબાનું બુલડોઝર', અનોખા અંદાજમાં ઉત્સવ મનાવી રહ્યા છે કાર્યકરો

UP Elections Results 2022: ઉત્તર પ્રદેશમાં ખૂબ ચાલ્યું 'બાબાનું બુલડોઝર', અનોખા અંદાજમાં ઉત્સવ મનાવી રહ્યા છે કાર્યકરો

બુલડોઝર સાથે જીતની ઉજવણી

UP Election Results 2022: લખનઉ સહિત આખા ઉત્તર પ્રદેશમાં જીતનો જશ્ન. લખનઉમાં બીજેપીના કાર્યકરો બુલડોઝર લઈને જીતની ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા. બુલડોઝર સાથે બીજેપી કાર્યાલય પહોંચ્યાં.

    લખનઉ: ઉત્તર પ્રદેશ ચૂંટણી (Uttar Pradesh Elections 2022)માં આ વખતે બુલડોઝર (Bulldozer)ને લઈને ખૂબ ચર્ચા ચાલી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોદી આદિત્યનાથે (Yogi Adityanath) ગુનેગારોના મકાનો પર બૂલડોઝર ફેરવ્યા હતા. જેનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો હતો. હવે ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો (UP Elections Results 2022) સામે આવી ગયો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે બાબાના બુલડોઝરનો જાદુ ચાલી ગયો છે. હકીકતમાં ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર બીજેપીના સરકાર બની રહી છે. ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જીત બાદ લખનઉ (Lucknow)ની સાથે સાથે આખા રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. બીજેપી કાર્યકરો એક બીજા પર ગુલાલ ઉડાડી રહ્યા છે અને મીઠાઈ ખવડાવી રહ્યા છે.

    ઉત્તર પ્રદેશ વિધાનસભાની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બુલડોઝર સાથે જીતની ખુશી મનાવતા નજરે પડ્યા હતા. કાર્યકરોએ અહીં ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બુલડોઝર પર ચઢીને ડાન્સ કરતા નજરે પડ્યા હતા. આ દરમિયાન કાર્યકરો કહી રહ્યા હતા કે યોગી બાબાના બુલડોઝર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતિ મળી છે.

    આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં બીજેપીની જીત પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે શું કહ્યું? 

    હોળી પહેલા હોળીની ઉજવણી

    લખનઉ બીજેપી ઑફિસ ખાતે ચૂંટણીના શરૂઆતના વલણ સામે આવતાની સાથે જ બીજેપીના કાર્યકરો પહોંચવા લાગ્યા હતા. પ્રારંભિક વલણમાં મોટી જીતને જોઈને કાર્યકરો જોશમાં આવી ગયા હતા અને ઉજવણી શરૂ કરી હતી. અહીં સેંકડોની સંખ્યામાં હાજર કાર્યકરોએ હર હર મોદીના નારા પણ લાગાવ્યા હતા. કાર્યકરોએ પાર્ટી કાર્યાલય ખાતે એકબીજા પર ગુલાલ ઉડાડીને હોળી પહેલા જ હોળીની ઉજવણી કરી હતી.

    શું ફરી ચાલશે બુલડોઝર?

    ઉત્તર પ્રદેશ ચૂંટણીના વલણ પરથી એક વાત સ્પષ્ટ છે કે બીજેપી ફરીથી સત્તા પર આવી રહી છે. એવામાં ફરી એકવાર લોકો આશા રાખી રહ્યા છે કે યોગી આદિત્યનાથ ગુનેગારોના મકાનો પર ફરીથી બુલડોઝર ફેરવશે. જોકે, બાબાનું બુલડોઝર શું કહે છે એ તો સમય જ બતાવશે.

    BJP office Lucknow
    બીજેપી કાર્યાલય ખાતે જીતની હોળી રમતાકાર્યકરો.


    સોશિયલ મીડિયામાં બુલડોઝર વાયરલ

    બીજી તરફ સોશિયલ મીડિયામાં લોકો બુલડોઝરની તસવીરો શેર કરી રહ્યા છે. લોકો બુલડોઝરને લઈને મિમ્સ પણ શેર કરી રહ્યા છે.



    ઉત્તર પ્રદેશ 2017 ચૂંટણી પરિણામ

    2017ની વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધન એટલે કે ભાજપ+ગઠબંધનને કુલ 325 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપ એકલાએ 312 સીટો જીતવામાં સફળતા મેળવી હતી. બીજેપી ગઠબંધનના અન્ય બે પક્ષોમાં, અપના દળ (એસ) 11માંથી 9 બેઠક જીતી હતી.ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીએ આઠમાંથી ચાર બેઠકો જીતી હતી.



    સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં ફક્ત 54 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ માત્ર સાત બેઠકો જીતી શકી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીને માત્ર 47 બેઠકો મળી હતી. બસપાએ 19 બેઠકો મળી હતી. એક સીટ આરએલડીને અને 4 સીટ અન્યના ખાતામાં ગઇ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Assembly Election Results, Election Results 2022, Yogi adityanath, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર