Home /News /national-international /

UP Election results 2022: ઉત્તર પ્રદેશમાં બીજેપીની જીત નિશ્ચિત, પાર્ટીએ ચૂંટણી જીતનારા તમામ ઉમેદવારોને લખનઉ બોલાવ્યા

UP Election results 2022: ઉત્તર પ્રદેશમાં બીજેપીની જીત નિશ્ચિત, પાર્ટીએ ચૂંટણી જીતનારા તમામ ઉમેદવારોને લખનઉ બોલાવ્યા

લખનઉ ઓફિસ ખાતે ઉત્સવનો માહોલ

Uttar Pradesh election results 2022: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી. બીજેપી હાઇકમાન્ડે ચૂંટણી પરિણામ બાદ તમામ ધારાભ્યોને લખનઉ બોલાવ્યા. ગઠબંધનના ધારાસભ્યો પણ હાજર રહેશે.

    લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી (UP Assembly Election 2022) ચાલી રહી છે. પ્રારંભિક વલણ પ્રમાણે બીજેપી અહીં મોટી જીત મેળવી રહી છે. બીજા નંબર પર સપા જોવા મળી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે બીજેપીના શિર્ષ નેતૃત્વ (BJP High command)એ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ તમામ નવા ચૂંટાયેલા ઉમેદવારોને લખનઉ બોલાવ્યા છે. ગઠબંધનમાં રહેલા નિષાદ પાર્ટી અને અપના દલ (એસ)ના ચૂંટાનાર ઉમેદવારોને પણ લખનઉ ખાતે હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

    સતત બીજા ટર્મમાં બીજેપી સરકાર બનાવશે

    ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સતત બીજી વખત પોતાની સરકાર બનાવશે. આ વખતે પણ લોકોએ ભારતીય જનતા પાર્ટી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    2017 ચૂંટણી પરિણામ

    2017ની વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધન એટલે કે ભાજપ+ગઠબંધનને કુલ 325 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપ એકલાએ 312 સીટો જીતવામાં સફળતા મેળવી હતી. બીજેપી ગઠબંધનના અન્ય બે પક્ષોમાં, અપના દળ (એસ) 11માંથી 9 બેઠક જીતી હતી.ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીએ આઠમાંથી ચાર બેઠકો જીતી હતી.

    સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસના ગઠબંધને આ ચૂંટણીમાં ફક્ત 54 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ માત્ર સાત બેઠકો જીતી શકી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીને માત્ર 47 બેઠકો મળી હતી. બસપાએ 19 બેઠકો મળી હતી. એક સીટ આરએલડીને અને 4 સીટ અન્યના ખાતામાં ગઇ હતી.

    >> ચૂંટણી પરિણામની તમામ અપડેટ્સ વાંચવા માટે ક્લિક કરો

    શું યોગી કરશે કમાલ?

    આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ અનેક રીતે અલગ સાબિત થઈ શકે છે. જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે અને યોગી આદિત્યનાથને જ ફરીથી સીએમ બનાવવામાં આવે છે તો તેઓ પ્રથમ એવા બીજેપી નેતા બનશે જેઓ સતત બીજી વખત પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદ સંભાળશે.

    શું અખિલેશ સત્તા વાપસી કરાવી શકશે?

    અખિલેશ યાદવે આ ચૂંટણી પોતાની આગેવાની હેઠળ લડી છે. આ વખતે તેમની પ્રતિષ્ઠા પર દાવ લાગ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે શું અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીને સત્તા વાપસી કરાવી શકશે.

    આ પણ વાંચો: 5 રાજ્યોના ચૂંટણી પરિણામ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ મહત્ત્વના

    ચૂંટણી રાજનીતિમાં બસપાનું ભવિષ્ય

    છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં બસપાના માયાવતી ખૂબ ખરાબ રીતે હાર્યાં છે. આ વખતની ચૂંટણીથી બસપા અને માયાવતીને ખૂબ આશા છે. બસપા માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Assembly Election Results, Election Results 2022, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર