Home /News /national-international /up election 2022 : યૂપીમાં વોટિંગ વચ્ચે હાથરસમાં BJP નેતાનું ગોળી વાગવાથી મોત, વિસ્તારમાં હડકંપ

up election 2022 : યૂપીમાં વોટિંગ વચ્ચે હાથરસમાં BJP નેતાનું ગોળી વાગવાથી મોત, વિસ્તારમાં હડકંપ

હાથરસ જિલ્લાની સિકંદરારાઉ વિધાનસભામાં ભાજપા નેતા જિલ્લા મહામંત્રી કૃષ્ણા યાદવનું ગોળી વાગવાથી મોત થયું છે

Assembly Elections 2022 - ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં વોટિંગ દરમિયાન હાથરસમાં (Hathras News)ભાજપા (BJP)નેતાની ગોળી વાગવાથી મોતનો મામલો સામે આવ્યો છે

    હાથરસ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના (up election 2022) ત્રીજા તબક્કામાં વોટિંગ દરમિયાન હાથરસમાં (Hathras News)ભાજપા (BJP)નેતાની ગોળી વાગવાથી મોતનો મામલો સામે આવ્યો છે. હાથરસ જિલ્લાની સિકંદરારાઉ વિધાનસભામાં ભાજપા નેતા જિલ્લા મહામંત્રી કૃષ્ણા યાદવનું ગોળી વાગવાથી મોત થયું છે. યુવા ભાજપા નેતાને ગોળી વાગવાની (BJP leader Shot Dead)ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ભાજપા નેતાને કોઇ ગોળી મારી છે કે આત્મહત્યા કરી છે તે રહસ્ય ઉકેલવામાં પોલીસ લાગી ગઈ છે.

    હાથરસના સિકંદરારાઉમાં ભાજપા નેતા કૃષ્ણા યાદવ પોતાના ઘરે બીજા માળે ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જાણકારી પ્રમાણે સિંકદરારાઉના ગૌસગંજ નિવાસી ભાજપા નેતા કૃષ્ણા યાદવ રવિવારે પોતાના ઘરે હતા ત્યારે તેને માથામાં ગોળી વાગી હતી. ગોળી કેવી રીતે વાગી તે વિશે હજુ કોઇ જાણકારી મળી નથી.

    આ પણ વાંચો - punjab polls 2022: સીએમ ચન્ની પર ભડક્યા કેપ્ટન અમરિંદર, કહ્યું- તે મારા કામની ક્રેડિટ લઇ રહ્યા છે

    આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનીક લોકો અને ભાજપા કાર્યકર્તાઓની તેમના ઘરે ભીડ થઇ ગઈ હતી. ભાજપા નેતાઓમાં શોકનો માહોલ છે. યુવા મોરચાના કાર્યકર્તાઓેએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરીને કૃષ્ણા યાદવના મોતની જાણકારી આપી હતી અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

    આ મામલે પોલીસ અધિક્ષક વિનીત જાયસવાલે જણાવ્યું કે હાથરસના સિકંદરારાઉમાં કૃષ્ણા યાદવ નામના યુવકને ઘરમાં ગોળી વાગવાની સૂચના મળી હતી. યુવકના રૂમમાંથી એક તમંચો અને ખાલી ખોખું મળી આવ્યું છે જેને તપાસ માટે પોલીસે લઇ લીધું છે. પોલીસના ઉચ્ચ અધિકારી મામલાની તપાસ કરી રહ્યા છે.
    " isDesktop="true" id="1181529" >

    હરદોઈમાં પીએમ મોદીએ કહ્યું- આ 'પરિવારવાદીઓ' હવે જાતિના નામે ઝેર ફેલાવી રહ્યા છે

    યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે ​​હરદોઈમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ચૂંટણી હારનારા પરિવારના આત્યંતિક સભ્યો હવે જાતિના નામે ઝેર ફેલાવી રહ્યા છે. તમારે એક જ વાત યાદ રાખવાની છે કે ઉત્તર પ્રદેશનો વિકાસ એ દેશનો વિકાસ છે. આ એવા લોકો છે જે ખુરશી માટે પરિવાર સાથે પણ લડે છે. આ આત્યંતિક કુટુંબવાદીઓ કોઈપણ જાતિ કે સમાજ માટે પણ હોઈ શકે નહીં.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022, UP Elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन