Home /News /national-international /

કોરોનાનો હાહાકારઃ COVID-19ના ડરથી UPમાં બે યુવકોએ કરી આત્મહત્યા

કોરોનાનો હાહાકારઃ COVID-19ના ડરથી UPમાં બે યુવકોએ કરી આત્મહત્યા

ઉત્તર પ્રદેશમાં એક યુવકે બ્લેડથી ગળું કાપીને તો બીજા યુવકે ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

ઉત્તર પ્રદેશમાં એક યુવકે બ્લેડથી ગળું કાપીને તો બીજા યુવકે ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

    હાપુડ/બરેલીઃ એક તરફ કોરોના વાયરસ (Coronavirus) નો સામનો કરવા માટે લોકોએ પોતાની જાતને જાતે જ ઘરમાં કેદ કરી છે, બીજી તરફ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ પાસે આવેલા હાપુડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પિલખુખા પોલીસ સ્ટેશનની હદના એક શખ્સે કોરોના વાયરસથી સંક્રમિત થવાના શકમાં બ્લેડથી ગળું કાપીને આત્મ હત્યા કરી દીધી. બીજી તરફ, બરેલીમાં એક શખ્સે ટ્રેનની સામે કૂદીને જીવ આપી દીધો. મૂળે, બંને યુવકોને ઘણા દિવસથી તાવ રહેતો હતો અને ગળામાં દુખાવાની ફરિયાદ હતી. મૃતક યુવકની ઓળખ સુશીલ તરીકે થઈ છે.

    સુસાઇડ નોટમાં લખ્યું, પરિવારનો ટેસ્ટ કરાવજો

    સુશીલે અંતિમ પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેણે પરિવારનું ધ્યાન રાખવા અને કોરોના ટેસ્ટ કરાવવાની વાત કહી છે. યુવકે સુસાઇડ નોટમાં માફી પણ માંગી છે. યુવકની સાઇડડ નોટ મળવાથી તે જ્યાં રહે છે તે સોસાયટીમાં હોબાળો થઈ ગયો છે.

    આ પણ વાંચો, ખુશખબર! આ નવો ટેસ્ટ માત્ર 45 મિનિટમાં જણાવી દેશે કે તમને કોરોના સંક્રમણ છે કે નહીં

    માલગાડી સામે યુવક કૂદી ગયો

    બરેલીથી પણ એક યુવક દ્વારા માલગાડીની સામે કૂદીને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. સફાઈર્મીના જણાવ્યા મુજબ, સુસાઇડ પહેલા બરેલી જંક્શન પર બેઠેલો યુવક વારંવાર એ વાત કહી રહ્યો હતો કે તેને કોરોના વાયરસનું સંક્રમણ છે. આ દરિમયાન આરપીએફ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોલીસ સોશિયલ મીડિયાના માધ્યમથી શબની ઓખળ કરવામાં લાગી ગઈ છે.

    આ પણ વાંચો, યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેનોને રદ કરી

    પેનિક ન થવા લોકોને અપીલ

    જોકે, કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી વારંવાર એ વાતની અપીલ કરવામાં આવી રહી છે કે કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. તેમનો સામનો કરવાનો છે પરંતુ કેટલાક લોકો તેના ડરથી આવા પગલાં ઉઠાવી રહ્યા છે. ન્યૂઝ18 પોતાના તમામ વાચકોને કહેવા માંગે છે કે કોરોના વાયરસથી મોટી સંખ્યામાં લોકો સાજા થઈ રહ્યા છે. જેથી તેનો મુકાબલો કરવાનો છે, તેનાથી ડરવાનું નથી.

    આ પણ વાંચો, BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Pandemic, ઉત્તરપ્રદેશ, ગુનો, પોલીસ`, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन