નશામાં ધૂત યુવકે દાંતથી સાપના કર્યા ટુકડા, હાલત ગંભીર

News18 Gujarati
Updated: July 29, 2019, 2:12 PM IST
નશામાં ધૂત યુવકે દાંતથી સાપના કર્યા ટુકડા, હાલત ગંભીર
સાપના ટુકડા

દારૂડિયા યુવકે સાપથી બદલો લેવાની નક્કી કર્યુ અને દાતથી બચકા ભરીને તેના અનેક ટુકડા કરી દીધા

  • Share this:
ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં રવિવારની રાત્રે એક આશ્ચર્યમાં મૂકનારી ઘટના સામે આવી છે. અહીં નાશાની હાલતમાં એક યુવકે સાપને બચકા ભર્યા. ત્યારબાદ યુવકે પોતાના દાંતોથી સાપના અનેક ટુકડા કરી દીધા. જિલ્લા હોસ્પિટલના ડો. એનપી સિંહે જણાવ્યું કે યુવકની સ્થિતિ હવુ ગંભીર છે. તેને બીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યો છે.

ડો. એનપી સિંહે જણાવ્યું કે પહેલા સાપ યુવકને કરડ્યો હતો. ત્યારબાદ નશામાં ધૂત યુવકે સાપને બચકા ભર્યા. યુવકે ફરી સાપને પોતાના દાંતોથી અનેક ટુકડા કરી દીધા. તેના કારણે યુવકની હાલત ગંભીર બની ગઈ છે.

આ પણ વાંચો, લિવિંગ રૂમમાં છુપાયો છે 12 ફુટનો અજગર, પરંતુ તમે શોધી નહીં શકોનોંધનીય છે કે, આ પ્રકારનો આ પહેલો મામલો નથી. આ પહેલા હાલમાં જ ગુજરાતમાં પણ આવો મામલો સામે આવ્યો હતો. ગુજરાતના મહિસાગર જિલ્લામાં એક 60 વર્ષના વ્યક્તિને સાપ કરડ્યો. ત્યારબાદ વૃદ્ધને પણ ગુસ્સો આવી ગયો અને તેણે પણ સાપને બચકા ભર્યા. સાંપ જેવો ડંખ મારીને ભાગવા ગયો તો પીડિતે તેને દોડીને પકડી લીધો અને ગુસ્સામાં તેને પોતાના દાંતથી કરડી ખાધો. આ ઘટના બાદ સાપ અને વૃદ્ધ બંનેનો મોત થયા હતા.

આ પણ વાંચો, બંજી જમ્પિંગ દરમિયાન 100 મીટરની ઊંચાઇથી નીચે પડ્યો વ્યક્તિ, વીડિયો વાયરલ
First published: July 29, 2019, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading