લગ્નમાં મૂકાયા નોટોનાં બંડલો અને દાગીનાના ઢગલાનું પ્રદર્શન, લોકોની પહોંળી થઈ ગઈ આંખો, video viral

વાયરલ વીડિયો પરથી તસવીર

વીડિયોમાં 20 લાખ 51 હજાર, 40 સોનાની આઈટમો, 30 ચાંદીની આઈટમો દેખાય છે. આ ઉપરાંત બીજા ભાઈએ 21 લાખ રૂપિયા, 11 સોનાની આઈટમો વેવાઈ- વેવાણને ભેંટમાં આપ્યા હતા.

 • Share this:
  શામલીઃ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં કુરેશી સમાજમાં થયેલી સગાઈ અને લગ્નમાં (Engagement and marriage) રૂપિયા અને દાગીનાની પ્રદર્શનનો વીડિયો સોશિયલ (viral video on social media) મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે એમ 20 લાખ 51 હજાર, 40 સોનાની આઈટમો, 30 ચાંદીની આઈટમો છે. આ ઉપરાંત બીજા ભાઈએ 21 લાખ રૂપિયા, 11 સોનાની આઈટમો વેવાઈ- વેવાણને ભેંટમાં આપ્યા હતા. આ ઉપરાંત સેલ્ટોઝ કારનું મહેમાનો સામે પ્રદર્શન પણ કર્યું હતું. દુલ્હન પણ સોનાના દાગીનાને લપાઈને બેઠેલી દેખાઈ રહી છે. શામલી જનપદના કસ્બા થાના ભવનમાં થયેલા લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

  આ ઘટના શામલી પોલીસ સ્ટેશના ભવન વિસ્તારનો છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કોરોનાકાળમાં ઘરની અંદર ભીડ એકઠી કરીને નોટોના બંડલોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસ ચોકીની બરોબર પાછળ જ કુરૈશી સમાજના લોકોનો દાવો છે કે તેમણે લગ્નમાં દાગીના સહિત 51 લાખ રૂપિયા વરપક્ષને આપ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

  આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

  માનવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સેલ્ટોઝ કાર સહિત કુલ 65 લાખ રૂપિયા દહેજમાં આપ્યા છે. વાયરલ વીડિયોના આધારે પોલીસ અધિકારી અમિત સક્સેનાએ તપાસ શરૂ કરી છે. સક્સેનાએ જણાવ્યું કે વીડિયાના આધારે તપાસ શરુ કરી દીધી છે.

  આ પણ વાંચોઃ-હેવાનિયત! લગ્ન બાદ તરત જ પતિ બન્યો હેવાન, દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં આવ્યા સાત ટાંકા

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ "માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે, તારી ધોળી ચામડી પર ડાઘ તો દેખાય": સાસુના આ જવાબથી પૂત્રવધુ હેબતાઈ ગઈ

  આ મામલાની સંપૂર્ણ જાણકારી આવક વેરા વિભાગને આપવમાં આવી છે. સીઓ પ્રમાણે તપાસ બાદ આ ઘટના અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ દેશભરમાં દહેજ ઉત્પીડનના કેસો સતત વધી રહ્યા છે.  ત્યારે સરકાર દહેજપ્રથાને ખતમ કરવા માટે કાયદાઓ પસાર કરી ચૂકી છે. આમ છતાં પણ દહેજપ્રથા કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી. જેવી રીતે સોના-ચાંદી અને નોટોના બંડલોનું પ્રદર્શન કરીને લગ્ન કરાવ્યા છે તેનાથી ગરીબ લોકોમાં ખોટો સંદેશ જશે.
  Published by:ankit patel
  First published: