Home /News /national-international /Mass Murder : એક જ પરિવારના 5 સભ્યોની હત્યા થતા ચકચાર, ઘર પણ સળગાવી દીધુ, STF ને સોંપ્યો કેસ

Mass Murder : એક જ પરિવારના 5 સભ્યોની હત્યા થતા ચકચાર, ઘર પણ સળગાવી દીધુ, STF ને સોંપ્યો કેસ

પ્રયાગરાજ સામૂહિક હત્યાકાંડ

Prayagraj Mass Murder: આ ઘટના પ્રયાગરાજના થરવાઈ પોલીસ સ્ટેશન (tharwai police station) વિસ્તાર હેઠળના ખેવરાજપુર ગામ (Khevrajpur Village) માં બની છે. અહેવાલ અનુસાર, આરોપીઓએ એક જ પરિવારના પાંચ સભ્યોને ઇંટ અને પથ્થરો વડે નિર્દયતાથી માર્યા પછી ઘરને આગ ચાંપી દીધી

વધુ જુઓ ...
  Prayagraj Mass Murder: ઉત્તર પ્રદેશમાં અવારનવાર હત્યાના કેસ બનતા રહે છે. જોકે એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાના પ્રકરણે પ્રયાગરાજમાં ચકચાર મચાવી દીધો છે. પ્રયાગરાજ (Prayagraj)માં નોંધાયેલા એક સનસનાટીભર્યા કિસ્સામાં એક પરિવારના પાંચ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમના મૃત્યુ પછી તેમના ઘરને આગ પણ લગાડવામાં આવી હતી.

  આ ઘટના પ્રયાગરાજના થરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેવરાજપુર ગામમાં બની છે. અહેવાલ અનુસાર, આરોપીઓએ એક જ પરિવારના પાંચ સભ્યોને ઇંટ અને પથ્થરો વડે નિર્દયતાથી માર્યા પછી ઘરને આગ ચાંપી દીધી છે. સદનસીબે હુમલામાં ઘાયલ થયેલ 5 વર્ષની બાળકીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

  ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રયાગરાજ સંજય ખત્રી અને પ્રયાગરાજ SSP અજય કુમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

  ન્યૂઝ18ના અહેવાલ મુજબ, આ કેસમાં મહત્વપૂર્ણ કડીઓ પોલીસને દરકિનાર કર્યા બાદ સમગ્ર કેસ એસટીએફને સોંપવામાં આવ્યો છે.

  ઘટનાની તપાસ માટે સ્નિફર ડોગ અને ફોરેન્સિક એક્સપર્ટસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે. ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ તમામ મૃતકો પોતાના ઘરે સૂતા હતા અને ઘરની અંદરથી ધુમાડો નીકળતો જોવા મળતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ થયા હતા. જો કે આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

  મૃત્યુ પામેલા લોકોની ઓળખ રાજ કુમાર (55), કુસુમ દેવી (53), મનીષા કુમારી (25), સવિતા (23) અને મીનાક્ષી (2) તરીકે થઈ છે.

  થોડા દિવસો પહેલા નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

  બહુજન સમાજ પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. BSP વડાએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકારે ઘટનાના મૂળ કેન્દ્રબિંદુ સુધી જવું જોઈએ અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.”

  તૃણમૂલ કોંગ્રેસના ઉત્તર પ્રદેશ ટ્વિટર હેન્ડલે પણ કાયદો અને વ્યવસ્થાની 'નિરાશાજનક સ્થિતિ' માટે યુપી સરકારની ટીકા કરતા સમાચાર શેર કર્યા હતા. TMCએ એક પોસ્ટમાં કહ્યું હતું કે “લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને મુખ્યમંત્રી તેની કાળજી લેતા નથી. શું રાજ્યની પ્રજા આને લાયક છે?"

  આ પણ વાંચોકુદરતનો કરિશ્મા : પૂરમાં ફસાયેલું બાળક જીવ બચાવવા ફ્રિજમાં ઘુસી ગયું, 20 કલાક બાદ થયુ એવું કે...

  ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાની ઘટના ખૂબ જ દુઃખદ છે, હત્યાની તપાસ કરીને દોષિતોને કડક સજા કરવામાં આવશે. સરકાર દુઃખની ઘડીમાં પરિવારની સાથે છે. જિલ્લાના પોલીસ અધિકારીઓએ હત્યારાઓની ધરપકડ સહિત તમામ જરૂરી પગલાં લેવા જોઈએ”.
  Published by:kiran mehta
  First published:

  Tags: Prayagraj, Uttar pradesh crime News, Uttar Pradesh Police, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

  विज्ञापन
  विज्ञापन