ઉત્તર પ્રદેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 13 થઈ, 18 નવા સંદિગ્ધ મળ્યા

આગ્રામાં 8, ગાજિયાબાદ અને લખનઉમાં બે-બે અને નોઇડામાં એક કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા

આગ્રામાં 8, ગાજિયાબાદ અને લખનઉમાં બે-બે અને નોઇડામાં એક કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા

 • Share this:
  આગ્રા : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં કોરોના વાયરસ (Corona virus)ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. બેંગલુરુથી આગ્રા પહોંચેલા વધુ એક દર્દીમાં સંક્રમણની પુષ્ટિ થઈ ગઈ છે. બીજી તરફ, રવિવારે કોરોના વાયરસના સંદિગ્ધ 18 દર્દીઓને અલગ-અલગ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આગ્રામાં 8, ગાજિયાબાદ અને લખનઉમાં બે-બે અને નોઇડા (Noida)માં એક કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જોકે, આગ્રા (Agra)માં ચાર કોરોના પોઝિટિવ દર્દી પહેલા જ ઠીક થઈ ચૂક્યા છે.

  ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ (Lucknow)માં 6 હૉસ્પિટલોને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે પસંદ કરવામાં આવી છે. કેજીએમયૂ, સિવિલ હૉસ્પિટલ, લોહિયા હૉસ્પિટલ, બલરામપુર હૉસ્પિટલ, લોકબંધુ અને એસજીપીજીઆઈમાં કોરોના પોઝિટિવ દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા છે. તપાસની સુવિધા માત્ર કેજીએમયૂમાં જ ઉપલબ્ધ છે.

  11 જિલ્લામાં સિનેમાઘરો બંધ

  કોરોનાના વધતા દર્દીઓની સંખ્યાની વચ્ચે રાજ્ય સરકાર સતર્ક થઈ ગયા છે. સંક્રમણથી બચવા માટે લખનઉ સહિત પ્રદેશના 11 જિલ્લામાં મલ્ટીપ્લેક્સ, સિનેમાઘો અને ક્લબોને આગામી આદેશ સુધી બંધ કરવાની નિર્દેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ જાહેર કર્યા છે.

  આ પણ વાંચો, Coronaને લઈ રેલવેનો મોટો નિર્ણય : AC કોચમાંથી પડદા હટાવ્યા, બ્લેન્કેટ નહીં અપાય

  કોરોના વાયરસને પ્રસરતો અટકાવવતા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાની સમીક્ષા રવિવારે મુખ્યમંત્રીએ પોતાના સરકારી નિવાસસ્થાને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરી. તેઓએ નિર્દેશ આપ્યા કે લખનઉ, આગ્રા, ગૌતમબુદ્ધનગર (નોઇડા), ગાજિયાબાદ ઉપરાંત ભારત-નેપાળ સીમાના સાત જિલ્લામાં પીલીભીત, લખીમપુર ખીરી, બહરાઇચ, શ્રવસતી, બલરામપુર, સિદ્ધાર્થનગર અને મહારાજગંજમાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ અને ક્લબ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવશે.

  આ પણ વાંચો, કોરોનાનો હાહાકાર : પતિ બીમાર પડ્યો તો પત્ની ડરીને પિયરે ભાગી, FIR નોંધાઈ
  Published by:Mrunal Bhojak
  First published: