લખનઉ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિ (New Population Policy)ના મુસદ્દાનું વિમોચન કર્યું. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશની વધતી જનસંખ્યા વિકાસ (Development)ના માર્ગમાં સૌથી મોટી અડચણ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જે નવી જનસંખ્યા નીતિ લઈને આવી છે તેની સાથે સમાજના દરેક વર્ગે જોડાવું પડશે. યોગીએ લોકોને અપીલ કરી કે જનસંખ્યા નિયંત્રણ માટે જાગૃતતા જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેનાથી સમાજમાં ખુશાલી આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ પર છેલ્લા ચાર દશકથી ચર્ચા થઈ રહી હતી. દેશની ગરીબીનું એક મુખ્ય કારણ વસ્તી પણ છે. તેમણે કહ્યું કે જે પણ જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બે બાળકોની વચ્ચે અંતર ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, બે બાળકોના જન્મમાં અંતર ન હોવાના કારણે કુપોષણનો ખતરો પણ વધી જાય છે.
On the occasion of World Population Day, Chief Minister Yogi Adityanath inaugurated the state's Population Policy 2021-2030 pic.twitter.com/zda4VNWc0G
યોગી સરકારે નવી જનસંખ્યા નીતિનો જે મુસદ્દો તૈયાર કર્યો છે જો તે અધિનિયમિત થઈ જાય છે તો આ તે પ્રસ્તાવિત કાયદો ગેઝેટ પ્રકાશિત થયાના એક વર્ષ બાદ લાગુ થઈ જશે. એટલે કે વર્ષ 2022થી ઉત્તર પ્રદેશમાં 2030 સુધી જનસંખ્યા નીતિ લાગુ રહેશે. સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મુસદ્દામાં જનસંખ્યા નિયંત્રણમાં મદદ કરનારા લોકોને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે, તેની સાથોસાથ તેને ન માનનારા લોકો માટે અનેક સુવિધાઓથી વંચિત કરવાની પણ જોગવાઈ છે.
ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિના મુસદ્દા મુજબ, બેથી વધુ બાળકોના માતા-પિતા સરકારી નોકરી માટે અરજી નહીં કરી શકે. પ્રમોશનની તકો પણ નથી મળે. 77 સરકારી યોજનાઓ તથા અનુદાનનો લાભ પણ નહીં મળી શકે. સાથોસાથ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં લડી શકે. આ ઉપરાંત અનેક પ્રકારના પ્રતિબંધ લાદવાની ભલામણ કરવામાં આવી છે.
નવી જનસંખ્યા નીતિ લાગુ થયાના એક વર્ષની અંદર તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને શપથ પત્ર આપવું પડશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા પ્રતિનિધિઓને શપથ પત્ર આપવો પડશે. તેઓ તેનું ઉલ્લંઘન નહીં કરી શકે. કાયદો લાગુ થતી વખતે બે જ બાળકો છે, શપથ પત્ર આપ્યા બાદ જો ત્રીજું સંતાન જન્મે છે તો પ્રતિનિધિનું નિર્વાચન રદ કરવાનો પ્રસ્તાવ છે. તેની સાથોસાથ ચૂંટણી ન લડી શકવાનો પ્રસ્તાવ પણ છે. બીજી તરફ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન અને સસ્પેન્ડ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર