યોગી આદિત્યનાથને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યું- ‘4 દિવસ બચ્યા છે જે કરવું હોય કરી લો’

‘CM યોગી આદિત્યનાથ પાસે 4 દિવસ બચ્યા છે, તેથી આ 4 દિવસમાં મારું જે કરવાનું છે એ કરી લો, પાંચમા દિવસે તે મુખ્યમંત્રી યોગીને મારી નાખશે’

‘CM યોગી આદિત્યનાથ પાસે 4 દિવસ બચ્યા છે, તેથી આ 4 દિવસમાં મારું જે કરવાનું છે એ કરી લો, પાંચમા દિવસે તે મુખ્યમંત્રી યોગીને મારી નાખશે’

  • Share this:
    લખનઉ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ને ફરી એક વાર જીવથી મારી નાખવાની ધમકી મળી છે. ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police)ની ઇમરજન્સી સેવા ડાયલ 112ના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને આ ધમકી (Threat Call) આપવામાં આવી છે. જોકે આ પહેલી વાર નથી જ્યારે યોગી આદિત્યનાથે આ ધમકી મળી છે. તેમ છતાંય પોલીસ વિશેષ સતર્કતા રાખી રહી છે. પોલીસે આ મામલામાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મેસેજને લઈને કેસ પણ નોંધી દીધો છે અને નંબરની તપાસ કરી આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.

    મળતી જાણકારી મુજબ, 29 એપ્રિલે મોડી સાંજે પણ ઉત્તર પ્રદેશ પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ 112 વોટ્સએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપી. આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીની પાસે 4 દિવસ બચ્યા છે, તેથી આ 4 દિવસમાં મારું જે કરવાનું છે એ કરી લો, પાંચમા દિવસે તે મુખ્યમંત્રી યોગીને મારી નાખશે.

    આ પણ વાંચો, IPL 2021: કોરોનાની વચ્ચે આઇપીએલને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે, જાણો કારણ



    આ પણ વાંચો,
    PM KISAN Scheme: ખેડૂતો માટે ખુશખબરી, આ તારીખે જમા થશે 2000 રૂપિયા, ચેક કરો લિસ્ટમાં આપનું નામ!


    આરોપીને પકડવા પોલીસ આવી હરકતમાં

    ધમકીવાળો મેસેજ મળ્યા બાદ પોલીસ બેડામાં હોબાળો મચી ગયો. તાત્કાલિક ધમકી આપનાર નંબરની તપાસ કરવા માટે સર્વેલન્સ ટીમને લગાડવામાં આવી. સંદિગ્ધની વિરુદ્ધ લખનઉની સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કન્ટ્રોલ રૂમ ડાયલ 112ના ઓપરેશન કમાન્ડર અંજુલ કુમાર તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેની સાથે જ આરોપીને પકડવા માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી છે, જે સર્વેલન્સ ટીમની મદદ લઈને આરોપીને ટૂંક સમયમાં પકડવાના પ્રયાસમાં લાગી ગઈ છે.
    Published by:Mrunal Bhojak
    First published: