જનસંખ્યા નિયંત્રણ કાનૂન પર CM યોગીએ કહ્યું- દરેક મુદ્દાને રાજનીતિક ચશ્માથી જોઇ શકાય નહીં

જનસંખ્યા નિયંત્રણ કાનૂન પર CM યોગીએ કહ્યું- દરેક મુદ્દાને રાજનીતિક ચશ્માથી જોઇ શકાય નહીં

ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાખે ન્યૂઝ 18ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો

 • Share this:
  નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાખે ન્યૂઝ 18ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો અને ચૂંટણીને લઇને પાર્ટી અને તે શું વિચારે છે તે વિશે પણ જણાવ્યું હતું. સીએમ યોગી આદિત્યનાથે આ દરમિયાન કહ્યું કે બીજેપી સૌથી મોટું દળ છે પણ તેમની પાર્ટી માટે દળથી મોટો દેશ છે. વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ થવા પર કહ્યું કે ચૂંટણી અમારી માટે સાધન છે, સાધ્ય નથી. જનસંખ્યા નિયંત્રણ કાનૂન વિધાનસભા ચૂંટણી પહેલા કેમ લાવવામાં આવી રહ્યો છે. તેના પર યોગી આદિત્યનાથે કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ ફક્ત અને ફક્ત જાગરુકતાથી જ થઇ શકે છે. દરેક નિર્ણય કે યોજનાને રાજનીતિક ચશ્મા લગાવીને જોઇ શકાય નહીં. અમારી દરેક યોજના પાછળ રાજ્યમાં સમૃદ્ધિ લાવવાની છે.

  સીએમ યોગી આદિત્યનાથે જનસંખ્યા નીતિ પર આગળ કહ્યું કે 21-30ની નીતિને 2016માં કે 17માં તો ના લાવત. વિપક્ષ દરેક વર્ગને ગરીબ રાખવા માંગે છે. છેલ્લા 7 વર્ષમાં કેન્દ્ર સરકાની બધી યોજના પાછળ લોક કલ્યાણની ભાવના છે.

  આ પણ વાંચો - અમિત શાહે કહ્યું - નરહરિ અમીન ટફ ફાયટર છે, મેં એમને મેદાન છોડતા જોયા નથી

  તેમણે કહ્યું કે આગામી 10 વર્ષની જનસંખ્યા નીતિ જાહેર કરવા પાછળ ઘણા કારણ છે. તેમણે કહ્યું કે વિકાસના યોગ્ય સંતુલન માટે આ જરૂરી છે. સાથે બાળક અને માતા વિકાસ માટે જનસંખ્યા કંટ્રોલ ઘણો જરૂરી છે. વસ્તીમાં સંતોલનથી જ કુપોષણને રોકી શકાય છે. જનસંખ્યાની નીતિનો ઉદ્દેશ્ય કોઇ સામે નથી, આ ફક્ત દરેક ઘરમાં ખુશહાલી લાવવાની પહેલ છે. આ સાથે તેમણે જાણકારી આપી તે જનસંખ્યા નીતિનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે.

  બ્લોક પ્રમુખ અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં બીજેપીને મળેલી બંપર જીત પર પ્રતિક્રિયા આપતા સીએમ યોગીએ કહ્યું કે બીજેપી પોતાના કામ પર જીતી છે. અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ ક્યાય નથી. 2017માં યૂપીમાં બીજેપીએ પોતાના સહયોગીઓ સાથે વિધાનસભા ચૂંટણી જીતી હતી.
  Published by:Ashish Goyal
  First published: