કાનપુર : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022 (Uttar Pradesh Assembly Election-2022)પહેલા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (Incometax Department)કાનપુરમાં (Kanpur News) બે મોટા વેપારીઓ પર મોટી કાર્યવાહી કરી છે. સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પર એક્શન પછી હવે ઇન્કમટેક્સ (Income Tax) વિભાગની ટીમે વેપારી પીયૂષ જૈન (Piyush jain)અને પાન મસાલા વેપારી કેકે અગ્રવાલના ઘર અને સ્થળ પર રેડ કરીને મોટી રકમ મેળવી છે. ફક્ત પીયૂષ જૈનના ઘરે રેડ કરીને લગભગ 160 કરોડ રૂપિયા મળ્યા છે. છેલ્લા 24 કલાકથી રેડ ચાલી રહી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે અત્તરના વેપારી પીયૂષ જૈનના ઘરેથી અત્યાર સુધી રેડ દરમિયાન આઈટી ટીમને 160 કરોડથી વધારે રૂપિયા મળ્યા છે. હજુ પણ ગણતરી ચાલી રહી છે અને ફાઇનલ આંકડો આવ્યો નથી. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે કેકે અગ્રવાલના ઘરેથી કેટલા પૈસા મળ્યા છે. રેડ દરમિયાન ઇન્કમટેક્સની ટીમ પોતાની સાથે નોટ ગણવાની મશીન લઇને પહોંચી છે. પૈસા ગણતા હોય તેવી તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે નોટોની ગણતરી માટે એસબીઆઈના અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. જે પછી મળેલા રૂપિયાની સાચી જાણકારી મળી શકશે. અત્તરના વેપારી પીયૂષ જૈન અને પાન મસાલાના વેપારી કેકે અગ્રવાલના ઘરે અને અન્ય સ્થળો પર રેડની કાર્યવાહી ચાલી રહી છે. આઈટીની ટીમ સાથે અમદાવાદથી આવેલી ડીજીજીઆઈની ટીમ પણ આ અભિયાનમાં સામેલ છે.
આ રૂપિયાની ગણતરી માટે અત્યાર સુધી 6 મશીનો લાવવામાં આવ્યા છે
આરોપ છે કે નકલી ફર્મોના નામથી બિલ બનાવીને કંપનીએ કરોડો રૂપિયાની જીએસટી (GST)ની ચોરી કરી છે. પીયૂષના ઘરેથી 200થી વધારે નકલી ઇનવોઇસ અને ઇ-વે બિલ મળ્યા છે. રેડ દરમિયાન જીએસટી ચોરીનો મોટો ખેલ સામે આવ્યો છે. ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગે 12થી વધારે સંદૂક મંગાવ્યા છે જેથી કરોડો રૂપિયા રાખવામાં આવી શકે. આ રૂપિયાની ગણતરી માટે અત્યાર સુધી 6 મશીનો લાવવામાં આવ્યા છે. સ્થળ પર બેંકોથી પીએસી અને પોલીસ ઉપસ્થિત છે.
વેપારી પર આઈટી ટીમની રેડ પર બીજેપીએ સમાજવાદી પાર્ટી સાથે વેપારીના સંબંધો ગણાવ્યા છે. યૂપી ભાજપાએ ટ્વિટ કરીને કહ્યું કે આ છે સપાનો અસલી રંગ. સમાજવાદી અત્તરથી ભ્રષ્ટાચારની ગંધ. છૂપાઇ ના શક્યા અખિલેશ જી. કરોડોની બ્લેક મની તમારા ખોટા સમાજવાદની પોલ ખોલી રહ્યો છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ આ આરોપોથી ઇન્કાર કર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર