નિખિલ અગ્રવાલ : દિલ્હીની ગર્લફ્રેન્ડની (Girlfriend) ચાહતમાં મેરઠનો એક વેપારી ક્રિમિનલ બની ગયો છે. એટલું જ નહીં તેને પોતાની ગર્લફ્રેન્ડ સાથે મિત્રનો ઘરોબો પણ ન ગમ્યો. ત્યારબાદ તેણે પોતાના માલેતુજાર મિત્રના પરિવાર પાસે રૂપિયા 25 લાખની ખંડણી (Extortion) માંગી હતી. ત્યારબાદ મિત્રની હત્યાનું કાવતરૂં રચી નાખ્યું. જોકે, મેરઠ પોલીસે (Meerut Police) વેપારીના મનસુબા પર પાણી ફેરવી નાખ્યું. પોલીસે અથડામણ બાદ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
બનાવની વિગતો એવી છે કે મેરઠ પોલીસ સ્ટેશનના લાલકુરતી વિસ્તારના એક મોટા કાપડના વેપારી પાસેથી 25 લાખની ખંડણી માંગવાની બાબતમાં હંગામો થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇ પોલીસે ખંડણીખોરોની શોધખોળ તેજ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, ચોરી કરેલા મોબાઈલ ફોનથી ખંડણી માટે કોલ આવ્યો હતો. મેરઠ પોલીસની સર્વેલન્સ, એસઓજી અને લાલકુરતી પોલીસ છેલ્લા 4 દિવસથી આરોપીની શોધમાં લાગી હતી. જે બાદ પોલીસે પહેલાં જ બે આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા હતા, જેની સ્થળ પર પોલીસે અથડામણ પહેલાં બે શખ્સોને ઘેરી લીધા હતા. આ દરમિયાન પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં સોનુ અને મોનુ નામના બે કુખ્યાત અપરાધીઓને પોલીસની ગોળી લાગી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
જ્યારે આ મામલાનો પર્દાફાશ થયો ત્યારે...
દરમિયાન એન્કાઉન્ટર બાદ સિટી એસપી વિનીત ભટનાગરે એક પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. ભટનાગરના અનુસાર ગુરજોત ઉર્ફે સહજના મિત્ર ગગનદીપ એક ગારમેન્ટ ઉદ્યોગપતિનો પુત્ર છે અને તેની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું છે. હકીકતે ગગનદીપની દિલ્હી ગર્લફ્રેન્ડની નિકટતા સહજ સાથે વધી ગઈ હતી. ગગનદીપ પણ આ બાબતથી પરેશાન થઈ ગયો હતો અને ત્યારથી તેણે સહજને મારવાનું મન બનાવી લીધું હતું.
ગગનદીપે તેના ગુનેગાર મિત્ર વિવેકનો સંપર્ક કર્યો. જ્યારે વિવેકે સોનુ અને મોનુનો સંપર્ક કર્યો હતો અને અન્યોએ નિખિલ સાથે મળીને 25 લાખની ખંડણી માંગ કરી હતી. મેરઠના પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલા ફોનથી ખંડણીનો ફોન કર્યો હતો. ગગનદીપને ખાતરી હતી કે માલેતુજાર ઉદ્યોગપતિ તેના એકમાત્ર પુત્રની ઇચ્છામાં ખંડણી રકમ ચૂકવશે, પરંતુ આમાં પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન ગુનેગારોના ઉદ્દેશ્ય સામે આવ્યા હતા, ત્યારબાદ ગગનદીપ અને વિવેકની અટકાયતમાં પૂછપરછ કરવામાં આવી હતી.
" isDesktop="true" id="1104869" >
ત્યારબાદ આખી ફિલ્મી કહાણીનો પર્દાફાશ થયો હતો અને આના આધારે સોનુ મોનુની ધરપકડના પ્રયાસ દરમિયાન એન્કાઉન્ટર પણ થયું હતું. જોકે, આરોપી નિખિલ પોલીસની પકડમાંથી ફરાર છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નિખિલની શોધ માટે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર સોનુ, મોનુ અને વિવેકનો પણ લાંબો ગુનાહિત ઇતિહાસ છે. દરમિયાન ગગનદીપના આ પગલાને કારણે કાપડના ઉદ્યોગપતિનો પરિવાર આઘાતમાં છે પરંતુ પોલીસના આ ઘટસ્ફોટથી તેમણે રાહતનો શ્વાસ લીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર