Home /News /national-international /

બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલ

બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલ

અકસ્માત ગ્રસ્ત બસની તસવીર

માનવમાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને યાત્રીઓ સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ ડ્રાઈવરે અચાનક ચાલું બસમાંથી કૂદકો માર્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી.

  અભિષેક ઉપાધ્યાય, આઝમગઢઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) આઝમગઢ (Azamgarh) જિલ્લામાં દેવગાંવ પોલીસ સ્ટેશનના (police station) મસીરપુરમાં નેશલ હાઇવે ઉપર મંગળવારે મોડી રાત્રે ભઠ્ઠામાં કામ કરતા મજૂરોને (labors) વારાણસી મૂકવા જઈ રહેલા પ્રાઈવેટ બસ પલટી (Private bus accident) ગયાની ઘટના બની હતી. દુર્ઘટનામાં બસમાં સવાર 42 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ચાર લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી.

  જેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે અન્ય મજૂરો પોતાના પરિજનો સાથે નગર પંચાયતના રેન બસેરા પર રોકાયા છે. માનવમાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને યાત્રીઓ સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ ડ્રાઈવરે (driver jump from bus) અચાનક ચાલું બસમાંથી કૂદકો માર્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી.

  ઘાયલ મજૂરોની તસવીર


  બિલરિયાગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં રિયાઝના ભટ્ટા ઉપર કારમ કરતા રાંચીના મજૂરો વરસાદમાં ભઠ્ઠા ઉપર કામ ન હોવાના કારણે ઘરે જવા ઈચ્છતા હતા. મંગળવારે ભઠ્ઠા માલિકે એક પ્રાઇવેટ બસ કરીને વારાણસી મૂકવા માટે બેસાડ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.....

  બસ ચાલક અને તેમાં સવાર અન્ય સહયોગીઓ વચ્ચે કોઈ બાબત અંગે વિવાદ શરૂ થયો હતો. રાત્રીના લગભગ 11 વાગ્યે મસીરપુર પાસે નેશનલ હાઇવે ઉપર બસ ડ્રાઈવર અચાનક બસને ધીમી પાડીને કૂદી ગયો હતો. જેનાથી બસ નેશનલ હાઇવેની નીટે જઈને પલટી ગઈ હતી.

  આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

  આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

  બસ પલટવાની જાણ થતાં જ ચોકી પ્રભારી અનિલ સિંહ ઘટના ઉપર પહોંચીને પરિજનો સહિત 42 મજૂરોને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડ્યા હતા. જેમાં સંજય, જાયા, સીતા અને સુમને એક્સરે માટે રિફર કરી અન્યનો ઉપચાર કરીને મુક્ત કર્યા હતા.  દરેક 42 લોકોને નગર પંચાયતના રેન બસેરમાં આરામ કરવા માટે મોકલ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે મજૂર કોઈ કાયદાકીય પ્રક્રિયામાં પડવા માંગતા નથી. બસ માલિક દ્વારા તેમને બીજી બસ કરીને વારાણસી પહોંચાડવાની પ્રક્રિયા હાથધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Bus accident, ઉત્તરપ્રદેશ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन