નશામાં ધૂત બે દારૂડિયા વચ્ચે બબાલ, ગટરના નાળામાં ચાલ્યા લાતોને-મુક્કા - Video

દારૂડિયા વચ્ચે મારા મારી

સ્થાનિક લોકો દર્શક બની જોઈ રહ્યા હતા. કોઈએ આ બંનેને મારા મારી કરતા છોડાવવામનો પ્રયાસ કર્યો ન હતો, ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો

 • Share this:
  બુલંદશહેર : યુ.પી.ના બુલંદશહેરમાં બે દારૂડિયાઓ વચ્ચે નજીવી બોલાચાલી બાદ બંને વચ્ચે ભારે ઝપાઝપી થઈ છે. આ ઘટના શહેર કોતવાલી વિસ્તારના દેવી મંદિરની છે. જ્યાં દારૂના નશામાં બે યુવકોની લડાઈ રસ્તા પર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. દારૂના નશામાં બંનેએ રસ્તાની બાજુમાં રહેલી ગટરમાં એકબીજાને પાડી માર માર્યો હતો, બીજી બાજુ સ્થાનિક લોકો દર્શક બની જોઈ રહ્યા હતા. કોઈએ આ બંનેને મારા મારી કરતા છોડાવવામનો પ્રયાસ કર્યો ન હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, દારૂ પીધા પછી, આ બંને દારૂડિયાઓ એકબીજાના જીવના દુશ્મન બની ગયા હતા અને રસ્તાની બાજુની ગટરમાં એકબીજાને માર મારવા લાગ્યા હતા. માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જોકે આવી ઘટના કોટવાલી નગર વિસ્તારના દેવી મંદિર નજીક આવેલા અંગ્રેજી દારૂના અડ્ડા પાસે અવાર નવાર જોવા મળે છે. કારણ કે ત્યાં કોઈ પોલીસકર્મી દારૂના અડ્ડા તરફ જવાની તસ્દી લેતા નથી, જેના કારણે દારૂડિયાઓ સતત એકબીજાના જીવના દુશ્મન બની જાય છે.  એટલે જ, છૂટીછવાઈ આવી ઘટનાઓ બાદ એક દિવસ મોટી ઘટનાને અંજામ આપી બેસે છે, જોકે આ સમગ્ર મામલામાં કોતવાલી શહેર પ્રભારી અખિલેશ ત્રિપાઠી કહે છે કે, બે યુવકો વચ્ચેની લડાઈનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોની નોંધ લઈને યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે, વીડિયોના આધારે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, નશો કરનારાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: