નવ મહિનાની બાળકીને પાડોસી ઘરે લઈ આવ્યો, Rape કરી અને ફરાર, માસૂમની હાલત ગંભીર

પ્રતિકાત્મક તસવીર (ન્યૂઝ 18 ક્રિએટીવ)

Uttar pradesh News : બળાત્કારની ઘટનાથી દેશ ફરી શર્મસાર, 9 મહિનાની માસૂમ બાળકીને નરાધમ પીંખી નાખી

 • Share this:
  દેશમાં સતત બળાત્કારની (Rape) ઘટનાઓ ઘટતી રહે છે એ દરમિયાન બુલંદ શહેરમાંથી (Bulandshahar) કાળજું કંપાવી નાખનારી ઘટના સામે આવી છે. બુલંદ શહેરના ખુર્જા દેહાત વિસ્તારમાંથી એક નવ મહિનાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીંયા એક નરાધમ પાડોશીએ પોતાની પાડોશમાં રહેતા પરિવારની નવ માસની ફૂલ જેવી દીકીરને પીંખી નાખી છે.

  પ્રાપ્ત અહેવાલો મુજબ આરોપી બાળકીને ભોજન આપવાના બહાને ઘરે લઈ આવ્યો હતો અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કર્યુ. બાળકી લોહીથી લથપથ હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ ઘટનાથી આક્રોશિત લોકો નરધામને શોધી રહ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

  આ પણ વાંચો : મોરબી : 'બાય મિતાલી એકવાર મારી લાશ પર રોવા આવજે..,' આયેશાની જેમ FB Live કરી યુવકનો આપઘાત

  સંપૂર્ણ કેસ ખુર્જા દહેત વિસ્તારનો છે. આ બનાવ વિશે સી.ઓ. ખુર્જા સુરેશ કુમારના કહેવા મુજબ બાળકી સાથે બનેલી ઘટનાની સંપૂર્ણ તપાસ થઈ રહી છે અને મેડિકલ માટે બાળકીને હૉસ્પિટલમાં મોકલવામાં આવી છે. વહેલીતકે આરોપી અમારા હાથમાં આવી જશે એવો વિશ્વાસ છે. આરોપીના કેટલાક સગા વ્હાલાઓની પૂછપરછ કરવામાં આવી છે અને તેને કોઈ પણ પ્રકારે પકડી પાડવામાં આવશે.

  આ પણ વાંચો : Gujarat Rains: વલસાડમાં આભ ફાટ્યું, ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ, વાપીમાં સવા 6 ઈંચ વરસાદ

  સુરતમાં પણ ઘટી હતી આવી ઘટના

  સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવકે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર કર્યા બાદ બાળકીને તેના ઘરે મૂકી આરોપી યુવાન પોતાના ઘરે જતો રહ્યો હતો, ત્યારે માતા ઘરે પહોંચતા બાળકીને રડતા જોઈને પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાળકીની માતાએ આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી ભાગે તે પહેલા જ પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડયો છે. આ ઘટના 9મી જુલાઈના રોજ પ્રકાશમાં આવી હતી.
  Published by:Jay Mishra
  First published: