ઋષભ મણિ ત્રિપાઠી, લખનઉ. મોહનલાલગંજથી બીજેપી સાંસદ કૌશલ કિશોર (BJP MP Kaushal Kishore)ની મોટી પુત્રવધૂએ આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempt) કર્યો છે. સાંસદના ઘરની બહાર અંકિતાએ પોતાના હાથની નસ કાપી દીધી. પોલીસ (Lucknow Police)એ અંકિતા (Ankita)ને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં તેની સ્થિતિ ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. આત્મહત્યાના પ્રયાસ પહેલા રવિવારે અંકિતાનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો હતો, જેમાં અંકિતાએ પતિ આયુષ (Aayush) પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અંકિતાએ કહ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
હૉસ્પિટલમાં અંકિતાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તેણે આયુષના ઘરની બહાર જ બ્લેડથી નસ કાપી. તે સમયે આયુષની માતા અને અન્ય લોકો જ બહાર આંટા મારી રહ્યા હતા. કોઈએ મને રોકવાનો પ્રયાસ ન કર્યો. દોઢ કલાક બાદ પોલીસ આવી.
વાયરલ વીડિયોમાં અંકિતા રડતી જોવા મળી રહી છે. સાથોસાથ પોલીસ અને આયુષના ઘરવાળા પર ગંભીર આરોપ લગાવી રહી છે. વીડિયોમાં અંકિતાએ કહ્યું, ‘તે ક્યારની રાહ જોઈ રહી હતી કે આયુષ તેની પાસે આવશે. રવિવારે આયુષ મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આયુષને મળવા માટે હું પોલીસ સ્ટેશને પણ ગઈ હતી, પરંતુ પોલીસે એવું કહીને ના પાડી કે તે આવ્યો નથી. દરેક વ્યક્તિ મળી રહી છે. આયુષ પોલીસ સ્ટેશનમાં જ હતો, પરંતુ મળ્યો નહીં.’
અંકિતા વીડિયોમાં વધુમાં કહી રહી છે, તુ (આયુષ) પોતે કહેતો હતો કે ઘરવાળા મને પ્રેમ નથી કરતા. હું દરેક પગલે તારી સાથે રહીશ, પરંતુ તેં મારું બધું જ છીનવી લીધું. તેં તો કંઈ ગુમાવ્યું નથી. તું તારા ઘરવાળા પાસે પાછો જતો રહ્યો. મારા વિશે વિચાર્યું નહીં. ભાડું પણ ભરવાનું બાકી છે. ગેસ સિલિન્ડર પણ નથી. મેં ખાધું છે કે નહીં, તેં એ વિશે ક્યારેય પૂછ્યું પણ નથી. હવે હું જઈ રહી છું....ખૂબ દૂર. તુ યાદ રાખજે. મારી ભૂલ થઈ ગઈ જે તારી સાથે હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર