Home /News /national-international /

Big Accident: લગ્નમાં જતા પરિવારને નડ્યો ભીષણ અકસ્માત, કાર ઝાડ સાથે અથડાતા 6 લોકોના કરૂણ મોત

Big Accident: લગ્નમાં જતા પરિવારને નડ્યો ભીષણ અકસ્માત, કાર ઝાડ સાથે અથડાતા 6 લોકોના કરૂણ મોત

અકસ્માતગ્રસ્ત કાર

Uttar Pradesh Crime News: લગ્ન પ્રસંગમાં (Marriage) જઈ રહેલી ઈનોવા કાર બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત (6 People Died in Car Accident) થયા હતા.

    રામપુરઃ ઉત્તર પ્રદેશના રામપુરમાં શુક્રવારે એક ભીષણ માર્ગ અકસ્માતની (Road Accident in Rampur) ઘટના સામે આવી છે. અહીં લગ્ન પ્રસંગમાં (Marriage) જઈ રહેલી ઈનોવા કાર બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ મોત (6 People Died in Car Accident) થયા હતા. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

    માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહદારીઓની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયા હતા. જ્યાં તમામની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં મૃતકોના ઘરમાં અફરાતફરીનો માહોલ છે.

    ઘટના રામપુરના પોલીસ સ્ટેશન અઝીમનગર વિસ્તારની છે. મળતી માહિતી મુજબ મુરાદાબાદના ઠાકુરદ્વારાના થાના ડીલારીના રહટા માફી ગામના લોકો ઈનોવા કારમાં લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ઈનોવા કાર બેકાબૂ થઇ જતા એક ઝાડ સાથે અથડાઈ હતી.

    જણાવવામાં આવી રહ્યું છે કે ઈનોવામાં કુલ 11 લોકો સવાર હતા. અકસ્માતમાં વિનીત, રાકેશ, કૃષ્ણમ, સૌરભ અને આકાશ સક્સેનાના મોત થયા હતા. જ્યારે ચિન્ટુ, સંજય, બિટ્ટુ અને અનમોલ ઘાયલ થયા હતા.

    ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક આવી પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે રાહદારીઓની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં તમામની હાલત નાજુક છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

    આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

    ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક અશોક કુમારે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તેણે કહ્યું કે અકસ્માતનું કારણ સ્પીડિંગ હતું. તમામ ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-Builder murder case: બિલ્ડર હત્યા કેસમાં ખુલાસો, લક્ઝરી લાઈફ માટે નોકરોએ કરી હત્યા, આરોપીએ આપી આવી કબૂલાત

    સીએમ યોગીએ વ્યક્ત કર્યુ દુઃખ

    ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામપુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.
    Published by:ankit patel
    First published:

    આગામી સમાચાર