Home /News /national-international /

ખેતરમાં પ્રેમાલાપ કરતા પ્રેમી-પ્રેમિકાની ગળું દબાવી હત્યા, યુવતીના પિતાએ ઝાડ પર લટકાવી દીધા મૃતદેહ

ખેતરમાં પ્રેમાલાપ કરતા પ્રેમી-પ્રેમિકાની ગળું દબાવી હત્યા, યુવતીના પિતાએ ઝાડ પર લટકાવી દીધા મૃતદેહ

પોતાના વ્હાલસોયાની હત્યા બાદ કલ્પાંત કરતો પરિવાર

યુવતીના પિતા અને તેના પરિવારજનો પર યુવકના પરિવારનો હત્યા કરવાનો આક્ષેપ, પોલીસે બે વ્યક્તિઓની કરી અટકાયત

    હરીશ શર્મા : પ્રેમ સંબંધોનો ઘણી વખત કરૂણ અંજામ આવતો હોય છે. જોકે, આવા સંબંધોમાં પરિવારની સંમતિ ન હોવાથી અને રૂઢીચુસ્ત સમાજની માનસિકતા હોવાથી પ્રેમીઓને રોષ સહન કરવાનો વારો આવે છે. કેટલાક કિસ્સામાં તો પ્રેમીઓ જીવ ગુમાવે છે. આવો જ એક રૂવાંડા ઊભા કરી નાંખતો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) સામે આવ્યો છે. અહીંયા બરેલીના (Bareilly) મીરથગંજ થાના વિસ્તારના અંબરપુર ગામમાં ઑનરકિલીંગની (Honour Killing) વારદાતથી હાહાકાર મચી ગયો છે. અહીંયા ખેતરમાં બેસેલા પ્રેમી અને પ્રેમિકાની યુવતીના પિતાએ જ હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

    અહીંયા ઝાડ પર એક યુવક અને યુવતીના લટાકાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે મૃતક યુવક અને યુવતી પ્રેમી અને પ્રેમિકા હતા. તેમની હત્યાનો આરોપ યુવતીના પિતા પર યુવકના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે.

    આ પણ વાંચો :  સુરત : 3 મહિનાથી પ્રેમિકા સાથે Live-inમાં રહેતા બૂટલેગરની હત્યા, મિત્રએ ચાકુનાં ઘા ઝીંકી પતાવી નાખ્યો

    બનાવની વિગતો એવી છે કે બીએનો અભ્યાસ કરતો દિવ્યાનંદ પોતાના પિતાની મોત બાદ ખેતી કરી અને પરિવારનું ભરણ પોષણ કરતો હતો.ગુરૂવારે દિવ્યાનંદ પોતાના ઘઉના ખેતરમાં પાણી વાળતો હતો ત્યારે પાડોશમાં રહેતી પ્રેમિકા પણ ખેતરમાં આવી હતી.

    બંને વ્યક્તિ ખેતરના કિનારે ઊભા ઊભા પ્રેમાલાપ કરતા હતા ત્યારે હુમલાવરો તેમનું ગળું ગબાવી અને હત્યા કરી છે. જોકે, હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે બંનેના મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા છે. જોકે, પોલીસની ફોરેન્સિક ટીમે પ્રથમ દૃષ્ટીએ જ આત્મહત્યાની થિયરીને નકારી દીધી હતી.

    આ પણ વાંચો : જામનગર : ભાઈએ બહેનને ગળે ટૂંપો આપી મારી નાખી, પછી ભાઈએ હાથની નસો કાપી આપઘાત કર્યો

    છોકરીના પિતા તેજરામ પર આરોપ

    સમગ્ર ગામમાં ચર્ચા છે કે દિવ્યાનંદ અને તેની પાડોશી છોકરી જે 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હતું. બંને અવારનવાર ગામથી નજીક આવેલા જંગલમાં મુલાકાત કરતાહતા. આજે યુવતીના પરિવારજનોએ તેને જોઈ લીધા હતા. જોકે, પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવતીના પિતા તેજરામ અને તેના સાથિયો પર હત્યાના આક્ષેપ સાથે યુવકના પરિવારે ફરિયાદ આપી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, National news, ગુજરાતી ન્યૂઝ, ગુનો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन