અંકિત ત્રિપાઠી : પોલીસે (Police) ગાયબ થયેલા દીકરા અંગે યોગ્ય કાર્યવાહી ન કરતા તેની માતાએ (Mother) ઘરમાં ફાંસી (Suicide) લગાવી અને આપઘાત કરી લીધો છે. માતાએ ફેસબુક લાઇવ (Facebook Live) કરી અને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર મહિલા સુધા બહેન પ્રાઇવેટ બેન્ક ચલાવતા હતા જ્યારે તેમનો દીકરો મોડેલ હતો. દરમિયાન પોલીસ એવું કહે છે કે મહિલા પ્રાઇવેટ બેન્કની સંચાલિકા હતી એમાં કોઈ ફ્રૉડ થયો છે. આમ મામલાનું રહસ્ય ગુંચવાયું છે.
ઉત્તર પ્રદેશના બાંદાની (Banda FB Live Mother Suicide) આ ઘટનામાં પોલીસનું કહેવું છે કે મહિલાને બેન્કના ફ્રોડના મામલે પૂછપરછ માટે બોલાવી હતી. દરમિયાન મહિલાએ સાંજે ઘરે આવી 5 વાગ્યા ફેસબૂક લાઇવ કરી અને આપઘાત કરી લીધો. સુધા બહેનનો દીકરો બે દિવસથી ગાયબ છે. પરિવારના મતે સુધા બહેન દીકરાની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસે ફરિયાદ ન નોંધતા તણાવમાં આવી ગયા અને ત્યારબાદ ફાંસો ખાઈ લીધો હતો.
ફેસબૂક લાઇવ પર જ કરેલા આપઘાતના પગલે પરિવારજનો મહિલાના રૂમમાં દોડી ગયા હતા. જોકે, તેને સારવાર મળે તે પહેલાં મહિલાએ દમ તોડી નાખ્યો હતો. મોત બાદ પરિવારજનોએ હૉસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અને પોલીસ પર દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. પોલીસે જણાવ્યું કે સુધા બહેનના ગાયબ દીકરાની શોધખોળ શરૂ છે.
સીટી સીઓ રાકેશ સિંહે જણાવ્યું કે સુધા બહેનના દીકરાની શોધખોળ શરૂ છે. જોકે, મામલો એ નથી. મહિલા એક ખાનગી બેંક ચલાવતી હતી તેમાં ફ્રૉડ થયો છે. પોલીસે તેના માટે પૂછપરછ અંગે તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જોકે, પરત ગયા બાદ તેમણે આત્મહત્યા કરી. મૃતકે પોલીસને એવું પણ કહ્યું હતું કે તેમનો દીકરો સ્કોર્પિયો લઈને ઘધરેથી મૌહદા જવા નીકળ્યો હતો. હજુ સુધી ઘરે નથી આવ્યો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર