Home /News /national-international /ઉત્તર પ્રદેશ: ધુમ્મસના કારણે કંઈ દેખાયું નહીં, ફુલ સ્પિડે આવતા ટ્રકે સરકારી બસને મારી ટક્કર, 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશ: ધુમ્મસના કારણે કંઈ દેખાયું નહીં, ફુલ સ્પિડે આવતા ટ્રકે સરકારી બસને મારી ટક્કર, 6 લોકોના મોત
લખનઉ-બહરાઈચ હાઈવે પર ભયંકર રોડ અકસ્માત
પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ કો, આ દુર્ઘટના સવારે સાડા ચાર વાગ્યાની નજીક થઈ હતી. જ્યારે ધુમ્મસના કારણે ફુલ સ્પીડે આવતા ટ્રક ઈદગાહ ડેપોની બસને સાઈડમાંથી ટક્કર મારી દીધી હતી.
લખનઉ: લખનઉ-બહરાઈચ હાઈવે પર બુધવારે સવારે તે સમયે રોડ અકસ્માત થઈ ગયો, જ્યારે રોડવેઝની એક બસને ટ્રકે નજીકમાંથી ટક્કર મારી દીધી.આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થઈ ગયા, જેમાંથી ચારની હાલત નાજૂક હોવાનું કહેવાય છે. તામમ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રેફર કર્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ કો, આ દુર્ઘટના સવારે સાડા ચાર વાગ્યાની નજીક થઈ હતી. જ્યારે ધુમ્મસના કારણે ફુલ સ્પીડે આવતા ટ્રક ઈદગાહ ડેપોની બસને સાઈડમાંથી ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટના જરવલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ધર્ધરા ઘાટ નજીક થઈ હતી. કહેવાય છે કે, ધુમ્મસના કારણે વિજિબિલિટી ઓછી હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનાની સૂચના મળતા સીઓ અને એસડીએમ કેસરગંજ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત બચાવ કાર્ય શરુ કર્યું હતું. દુર્ઘટનાનો શિકાર થયેલી બસ લખનઉ અને બહરાઈચ જઈ રહી હતી.
ટ્રક ડ્રાઈવર ફરાર
દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને ટ્રક ડ્રાઈવરની શોધખોળ કરી, પોલીસ ઘટનાસ્થળની નજીક લાગેલા સીસીટીવી ખંગાળી રહી છે. જેથી ટ્રકની ઓળખાણ કરી શકાય.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર