Home /News /national-international /VIDEO: અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિર માટે ભક્તોએ ખજાનો ખોલી નાખ્યો, એક મહિનામાં આવ્યું આટલું દાન

VIDEO: અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિર માટે ભક્તોએ ખજાનો ખોલી નાખ્યો, એક મહિનામાં આવ્યું આટલું દાન

ayodhya ram mandir

આપને જણાવી દઈએ કે, અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. કરોડો રામભક્તોનું સપનું સાકાર થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં રામભક્ત પોતાના આરાધ્યના દર્શન પૂજન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે.

  • Local18
  • Last Updated :
  • Ayodhya, India
અયોધ્યા: હાલમાં પોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામ માટે રામભક્તોએ ખજાનો ખોલી દીધો છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કે, રામભક્ત હોંશેહોંશે દાન કરી રહ્યા છે. સ્થિતી એવી છે કે, દાનપાત્ર ખોલવામાં આવે તો, નોટોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, તે એટલી હોય છે કે, તેને ગણવા માટે બેંકના કર્મચારી અને ટ્રસ્ટના પદાધિકારીઓને નિમવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: અહીં આવેલ છે હનુમાનજીની અદ્ભૂત પ્રતિમા, જમીનમાં ખોદતા ગયા પણ ન મળ્યો ભગવાનનો પગ

આપને જણાવી દઈએ કે, અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. કરોડો રામભક્તોનું સપનું સાકાર થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં રામભક્ત પોતાના આરાધ્યના દર્શન પૂજન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. અત્યાર સુધી રામલલા પોતાના અસ્થાયી મંદિરમાં વિરાજમાન હતા, પણ રામભક્તોનો ઉત્સાહ, ઉલ્લાસ અને શ્રદ્ધા એટલી વધારે છે કે, મંદિર નિર્માણ પુરુ થાય અને રામલલા પોતાના ગર્ભ ગૃહમાં વિરાજમાન થતા પહેલા જ રામલલાની સામે રાખેલા દાનપાત્રમાં કરોડો રૂપિયાનું દાન આવી રહ્યું છે.
" isDesktop="true" id="1354947" >

સ્થિતી એવી થઈ છે કે, દાનપાત્રમાં નોટોની ગણતરી માટે બેન્ક કર્મચારી અને ટ્રસ્ટ પદાધિકારી નિમવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, રામલલાની સેવા માટે દાનદાતાઓ દ્વારા એક બાજૂ દાનપાત્રમાં દાન આપી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં દાનદાતા રામલલાના અકાઉન્ટમાં પણ દાન આપી રહ્યા છે. એટલું જ નહીં આ ઉપરાંત રામભક્તો એક મોટી સંખ્યામાં સોના-ચાંદી પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: મધ્ય પ્રદેશનું આ શહેર સંતરાની ખેતી માટે છે પ્રખ્યાત, સ્વાદ એવો કે ક્યારેય નહીં ભૂલી શકો

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાનું માનીએ તો, જેમ જેમ શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે, તેમ તેમ દાનની માત્રા પણ વધી રહી છે. મહિના ભરમાં રોકડ દાન તરીકે એક કરોડ રૂપિયા અને તેનાથી વધારે રકમનો ચડાવો આવી રહ્યો છે. આવતા પખવાડીયએ રામનવમી છે. ત્યારે આવા સમયે દાતાઓની સંખ્યા પણ વધી જશે.
First published:

Tags: Ayodhya mandir