લખનઉ : ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Vidhan Sabha Chunav)પહેલા સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે (Akhilesh Yadav)વોટરોને લુભાવવા માટે એક મોટો દાવ ખેલ્યો છે. સમાજવાદી પાર્ટી (Samajwadi Party)કાલથી 300 યૂનિટ વીજળી ફ્રી (Free Electricity)આપવા માટે ‘નામ લીખવાઓ અભિયાન’ની શરૂઆત કરશે. 300 યૂનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કરી ચૂકેલા અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી કાલથી ‘નામ લીખવાઓ અભિયાન’ચલાવશે. આ માટે લોકોને નામ લખાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી સરકાર બનવા પર તેમને મફત વીજળી આપવામાં આવી શકે.
લખનઉમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સમાજવાદી પાર્ટી કાલ (બુધવાર)થી આ અભિયાન ચલાવવા જઇ રહી છે. જે લોકો 300 યૂનિટ ફ્રી વીજળી ઇચ્છે છે તે લોકો રજિસ્ટ્રેશન કરે અને ફોર્મ ભરે. જેથી એ અપીલ છે કે જેમની પાસે વર્તમાનમાં ઘરેલું કનેક્શન છે તેના વીજળી બિલ પર જે નામ લખેલું આવે છે તે જ નામ લખાવો.
અખિલેશ યાદવે કહ્યું કે જેમની પાસે હાલ ઘરેલું વીજળી કનેક્શન નથી અને જે ભવિષ્યમાં લેવાના છે તે લોકો આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં લખેલું નામ જ લખાવો. આ અભિયાન કાલથી શરૂ થવાનું છે. પોતાનું નામ લખાવો અને 300 યૂનિટ વીજળી ફ્રી મેળવો. તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવે વાયદો કર્યો છે કે 2022માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા પર 300 યૂનિટ ઘરેલું વીજળી મફત આપવામાં આવશે. સાથે ખેડૂતોની બધી સિંચાઇ મફત રહેશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભાની સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. 10 ફેબ્રુઆરી પ્રથમ તબક્કામાં 58 સીટો પર અને બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ 55 સીટો પર મતદાન થશે. અન્ય તબક્કાના મતદાનની વાત કરવામાં આવે તો 20, 23, 27 ફેબ્રુઆરી, 3 અને 7 માર્ચે યોજાશે. પરિણામ 10મી માર્ચે આવશે.
ભાજપે 107 ઉમેદવારોની યાદી જાહેર કરી
ભારતીય જનતા પાર્ટીએ પોતાના 107 ઉમેદવારોની યાદી (BJP First Candidate List For UP)જાહેર કરી છે. જેમાં 63 વર્તમાન ધારાસભ્યોને ફરી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે 20 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)આગામી વિધાનસભાની ચૂંટણી ગોરખપુર શહેરથી લડશે. સીએમ યોગી હાલ વિધાનપરિષદના સભ્ય છે. તે પાંચ વખત ગોરખપુરથી સાંસદ રહી ચૂક્યા છે.જ્યારે ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બી જિલ્લાની સિરાથુ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. પ્રથમ બે તબક્કામાં ભાજપાએ દલિતો, મહિલાઓ અને પછાત વર્ગના ઉમેદવાર પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. આ સમુદાયમાંથી લગભગ 68 ટકા સીટો આપવામાં આવી છે. 107 ઉમેદવારોમાંથી 44 ઓબીસી, 19 અનૂસુચિત જાતિ અને 10 મહિલા ઉમેદવાર સામેલ છે. બાકી બચેલી સીટો પર સવર્ણ વર્ગના લોકોને ટિકિટ આપવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર