Uttar Pradesh Assembly Elections 2022 - પીએમ મોદીએ કહ્યું - દરેક જાતિના લોકો, ગામના લોકો-શહેરના લોકો વહેંચાયા વગર, કોઇ ભ્રમમાં પડ્યા વગર એકજુટ બનીને યૂપીના ઝડપી વિકાસ માટે વોટ કરી રહ્યા છે
કાનપુર : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે (Uttar Pradesh Assembly Elections 2022) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)કાનપુર દેહાતની અકબરપુર વિધાનસભા ક્ષેત્રમાં જનસભાને (PM Modi Kanpur Rally)સંબોધિત કરી હતી. પીએમ મોદીએ દાવો કર્યો કે પહેલા અને બીજા તબક્કાના મતદાને એ સ્પષ્ટ કરી દીધું કે યૂપીમાં બીજેપી અને યોગી આદિત્યનાથની સરકાર જોરશોરથી પાછી આવી રહી છે. પ્રધાનમંત્રીએ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી પર પરોક્ષ રુપથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકો દરેક ચૂંટણીમાં નવો પાર્ટનર લાવે છે. જે દરેક ચૂંટણીમાં સાથી બદલે છે તે તમારો સાથ કેવો આપશે. જે ચૂંટણી પુરી થતા જ સાથીને લાત મારી દે છે, તેના પર વિશ્વાસ કરી શકો છો તમે?
પીએમ મોદીએ અખિલેશ અને જયંતનું નામ લીધા વગર કટાક્ષ કરતા કહ્યું કે આ લોકો મતદાતાઓને ગુમરાહ કરે છે. હાર પછી જેને સાથે લાવે છે તેની ઉપર જ પરાજયનું ઠીકરું ફોડે છે. 10 માર્ચ પછી બન્ને એકબીજાથી લડશે.
ભાજપાની સરકાર, યોગીજીની સરકાર ફરી આવી રહી છે - પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે યૂપીમાં બીજા તબક્કાનો ટ્રેન્ડ આવ્યો છે અને પ્રથમ તબક્કાનું જે વોટિંગ થયું છે તેનાથી ચાર વાત સ્પષ્ટ કરી દીધી છે. પ્રથમ ભાજપાની સરકાર, યોગીજીની સરકાર ફરી આવી રહી છે. બીજુ - દરેક જાતિના લોકો, ગામના લોકો-શહેરના લોકો વહેંચાયા વગર, કોઇ ભ્રમમાં પડ્યા વગર એકજુટ બનીને યૂપીના ઝડપી વિકાસ માટે વોટ કરી રહ્યા છે. ત્રીજુ- આપણી માતા-બહેનો-પુત્રીઓએ બીજેપીનો જીતનો ઝંડો પોતે ઉઠાવી લીધો છે. ચોથું - મારી મુસ્લિમ બહેનો ચુપચાપ કોઇપણ શોર વગર મન બનાવીને મોદીને આશીર્વાદ આપવા માટે ઘરેથી નીકળી રહી છે. આપણી મુસ્લિમ મહિલા-બહેન-પુત્રીઓ જાણે છે કે જે સુખ-દુખમાં કામ આવે છે તે જ પોતાના હોય છે. પીએમે કહ્યું કે આ ચાર વાતોએ પરિવાર વાદી લોકોના ચારેય ખાના ચિત્ત કરી દીધા છે. તેમને પરાજિત કરી દીધા છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં રંગો વાળી હોળી 10 દિવસ પહેલા જ મનાવવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર