Home /News /national-international /રામલલાનું મંદિર બની રહ્યું છે, રોક સકો તો રોક લો...અયોધ્યામાં અમિત શાહે કોને આપ્યો પડકાર

રામલલાનું મંદિર બની રહ્યું છે, રોક સકો તો રોક લો...અયોધ્યામાં અમિત શાહે કોને આપ્યો પડકાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Amit Shah Ayodhya Rally - અયોધ્યામાં જનસભાને સંબોધિત કરતા અમિત શાહે જનતાને પૂછ્યું હતું કે કાર સેવકો પર ગોળીઓ ચલાવી હતી, યાદ છે ને?

અયોધ્યા : ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly elections)માટે ભારતીય જનતા પાર્ટીની (BJP)કમાન સંભાળી ચૂકેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાની (Ayodhya)ધરતી પરથી સમાજવાદી પાર્ટીને (Samajwadi Party)લલકારી છે. અમિત શાહે રામ મંદિર નિર્માણને લઇને કોઇનું નામ લીધા વગર પડકાર આપ્યો છે કે રામલલાનું મંદિર તે જ સ્થાન પર બની રહ્યું છે, રોક સકો તો રોક લો. કોઈનામાં રોકવાનો દમ નથી. અયોધ્યામાં જનસભાને સંબોધિત કરતા અમિત શાહે જનતાને પૂછ્યું હતું કે કાર સેવકો પર ગોળીઓ ચલાવી હતી, યાદ છે ને?

જન વિશ્વાસ યાત્રા દરમિયાન યોજાયેલી જનસભામાં અમિત શાહે કહ્યું કે આપણે બધાએ વિચાર કરવો પડશે કે આટલા વર્ષો રામલલાને ટેન્ટમાં કેમ રહેવું પડ્યું. મંદિરનું નિર્માણ આટલા વર્ષોમાં કોણે રોક્યું, રામ ભક્તો પર લાઠીઓ કોણ ચલાવી. આ બધુ થયા પછી જ્યારે તમે બીજેપીની સરકાર બનાવી તો આજે રામલલાનું મંદિર તે જ સ્થાન પર બની રહ્યું છે. તેમણે કહ્યું કે થોડાક દિવસો પહેલા મોદી જી એ બાબા વિશ્વનાથનો કોરિડોર બનાવીને ભક્તોને સમર્પિત કર્યો છે.

આ પણ વાંચો - pm narendra modi in uttarakhand : પીએમ મોદીએ કહ્યું- તેમણે બન્ને હાથોથી ઉત્તરાખંડને લૂટ્યું, અમે વિકાસ લાવ્યા

અમિત શાહે અખિલેશ અને માયાવતી પર પ્રહાર કરતા કહ્યું કે બુઆ-બબુઆના શાસનમાં આપણા આસ્થાના પ્રતિકોનું સન્માન થતું ન હતું. આજે મોદી જી દરેક તીર્થને સન્માન આપવાનું કામ કરી રહ્યા છે. પહેલા ત્રણ પી હોતા હતા - પરિવારવાદ, પક્ષપાત અને પલાયન. આજે ત્રણ વી છે - વિકાસ, વેપાર અને સાંસ્કૃતિક વિરાસત.

તેમણે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રેલવે સ્ટેશન બની રહ્યું છે. એક મેડિકલ કોલેજ બની રહી છે. અયોધ્યાના યુવાઓને ડોક્ટર બનવા માટે બહાર જવું પડશે નહીં. એક આયુર્વેદિક કોલેજ પણ બની રહી છે. એક્સપ્રેસવે પણ વિકાસની રાહ ખોલી રહ્યો છે. અહીં વીજળીના તાર અને ગટર લાઇન બધુ અંડર ગ્રાઉન્ડ થવાનું છે. ફરી એક વખત આશીર્વાદ આપો. અમે યૂપીને દેશમાં નંબર 1 પ્રદેશ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. યૂપી આજે બીજા નંબરનીઅર્થવ્યવસ્થા બની ગઈ છે.

અમિત શાહે કહ્યું કે આ બુઆ અને બબુઆ યૂપીને આગળ લઇ જઈ શકે છે શું? તેમના રાજમાં તો પહેલા નોટોના બંડલો મળી રહ્યા છે. આ સમાજવાદી અંતરની દુર્ગંઘ આખા યૂપીમાં છે. આજે જ્યારે રેડ પડી રહી છે તો તેમના પેટમાં ઉબાલ થઇ રહી છે. શું તમને તકલીફ છે. બ્લેક મની વાળાને ત્યાં રેડ પડે તેમાં તમને તકલીફ છે? મોદી જી એ રેડ પાડવી જોઈએ કે નહીં? આ બુઆ-બબુઆ, કોંગ્રેસ પાર્ટી ક્યારેક યૂપીનો વિકાસ કરી શકે નહીં. પહેલા જ્યારે સપાનું રાજ હતું ત્યારે આખા ઉત્તર પ્રદેશમાં ગુંડા અને માફિયાઓની બોલબાલા હતી. આપણા લોકોને પલાયન કરાવી દેવાતા હતા. આજે યોગી જી ની સરકાર આવી છે, પલાયન કરાવનારા પલાયન કરી રહ્યા છે.
First published:

Tags: Amit shah, Uttar Pradesh assembly elections, અયોધ્યા, ભાજપ