લખનઉ : ઉત્તર પ્રદેશના (UP Elections 2022) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના (Yogi Adityanath)80:20 ના ફોર્મ્યુલા પછી હવે સ્વામી પ્રસાદ મૌર્યએ (Swami Prasad Maurya)ઘણી રણનીતિ બનાવી છે. તેમણે સીએમ યોગીના ફોર્મ્યુલાના જવાબમાં હવે 85:15 નો નવો ફોર્મ્યુલા આપ્યો છે. વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) દરમિયાન બન્ને નેતાઓની કહેલી વાત યૂપીની રાજનીતિની હકીકત બતાવે છે. યોગી આદિત્યનાથના 80:20 ના ફોર્મ્યુલાને સાંપ્રદાયિક ગણિતથી જોડીને જોવામાં આવ્યું હતું. તો હવે સ્વામી પ્રસાદ મૌર્યના 80:15 ના ફોર્મ્યુલાને જાતિય ગણિત સાથે જોડીને બતાવવામાં આવી રહ્યું છે. સીધો મતલબ એ કાઢવામાં આવી રહ્યો છે કે ભાજપાના સાંપ્રદાયિક ધ્રુવીકરણ સાથે મૌર્યએ જાતિગત ધ્રુવીકરણના પાસા ફેંક્યા છે. 85 ટકાને પૂરા કરવા માટે સ્વામી સ્વામી પ્રસાદ મૌર્યાએ સમાજવાદીઓ સાથે હવે આંબેડકરવાદી પણ આવી ગયા છે.
9 જાન્યુઆરીએ ન્યૂઝ 18 ના પ્રોગ્રામ ‘એજન્ડા યૂપી’માં એક સવાલના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 80:20 ની ફોર્મ્યુલા આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે બ્રાહ્મણોની નારાજગીને ભાજપા કેવી રીતે દૂર કરશે. આ સવાલના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે યૂપી ચૂંટણીમાં વાત તેનાથી આગળ નીકળી ગઈ છે. આ ચૂંટણી 80 વર્સિસ 20 ની રહેશે. આ નિવેદનને હિન્દુ અને મુસલમાન વોટ બેંક સાથે જોડીને જોવામાં આવી હતી.
જાણકારોનું માનવામાં આવે તો યોગી આદિત્યનાથે યૂપી ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણની વાત એ આંકડા દ્વારા જાહેર કરી હતી. બધા જાણે છે કે યૂપીમાં મુસ્લિમ વસ્તી 20 ટકાની આસપાસ માનવામાં આવે છે. યોગી આદિત્યાથ આ તરફ ઇશારો કરી રહ્યા હતા. તેમનો કહેવાનો મતલબ એ હતો કે આ ચૂંટણીમાં 80 ટકા હિન્દુ ભાજપા સાથે છે જ્યારે 20 ટકા મુસ્લિમ ભાજપાની વિરુદ્ધમાં છે.
સ્વામી પ્રસાદ મૌર્યનું 85:15 નું ફોર્મ્યુલા
સમાજવાદી પાર્ટી જોઈન કર્યા પછી કાર્યકર્તાઓને સંબોધિત કરતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે આ લડાઇ 85:20 ની નથી પણ 85:15 ની છે. સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપાની સાંપ્રદાયિક ફોર્મ્યુલાની તોડ માટે જાતિગત ફોર્મ્યુલાનું હથિયાર ચલાવ્યું છે. આ દ્વારા તેમણે બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભાજપાનો અસલ વોટ બેંક ફક્ત સર્વણોનો છે. ઉત્તર પ્રદેશમાં સવર્ણોની વસ્તી લગભગ 15 ટકા માનવામાં આવી છે. જ્યારે પ્રદેશમાં દલિતો, પછાત અને મુસ્લિમોની વસ્તી સવર્ણોના 15 ટકાના મુકાબલે 85 ટકા છે. જેથી 85:15 ફોર્મ્યુલા આપ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર