UP Chunav BJP Candidate List: BJP એ જાહેર કરી પ્રથમ યાદી, સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી નહીં આ શહેરથી લડશે ચૂંટણી
UP Chunav BJP Candidate List: BJP એ જાહેર કરી પ્રથમ યાદી, સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી નહીં આ શહેરથી લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ પોતાના 107 ઉમેદવારોની યાદી (BJP First Candidate List For UP)જાહેર કરી છે
Assembly Election 2022 - ભારતીય જનતા પાર્ટીએ પોતાના 107 ઉમેદવારોની યાદી (BJP First Candidate List For UP)જાહેર કરી, પ્રથમ બે તબક્કામાં ભાજપાએ દલિતો, મહિલાઓ અને પછાત વર્ગના ઉમેદવાર પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. આ સમુદાયમાંથી લગભગ 68 ટકા સીટો આપવામાં આવી
લખનઉ : ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના (Uttar Pradesh Assembly Election 2022) પ્રથમ બે તબક્કા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ (BJP Candidate List) જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના 107 ઉમેદવારોની યાદી (BJP First Candidate List For UP)જાહેર કરી છે. જેમાં 63 વર્તમાન ધારાસભ્યોમાંથી 63ને ફરી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે 20 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)આગામી વિધાનસભાની ચૂંટણી ગોરખપુર શહેરથી લડશે. સીએમ યોગી હાલ વિધાનપરિષદના સભ્ય છે. તે પાંચ વખત ગોરખપુરથી સાંસદ રહી ચૂક્યા છે.જ્યારે ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બી જિલ્લાની સિરાથુ સીટ પરથી ચૂંટણી (UP BJP Candidate List 2022) મેદાનમાં ઉતરશે. પ્રથમ બે તબક્કામાં ભાજપાએ દલિતો, મહિલાઓ અને પછાત વર્ગના ઉમેદવાર પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. આ સમુદાયમાંથી લગભગ 68 ટકા સીટો આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં શનિવારે આ જાહેરાત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના લિસ્ટ પ્રમાણે 107 વિધાનસભા સીટોમાંથી 68% સીટો પર પછાત, દલિતો અને મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. 107 ઉમેદવારોમાંથી 44 ઓબીસી, 19 અનૂસુચિત જાતિ અને 10 મહિલા ઉમેદવાર સામેલ છે. બાકી બચેલી સીટો પર સવર્ણ વર્ગના લોકોને ટિકિટ આપવામાં આવી છે.
રાજનીતિક જાણકારોના મતે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને જયંત ચૌધરીના ગઠબંધનથી સપામાં સામેલ થઇ રહેલા પાર્ટીના નેતાઓને જોતા ભાજપાએ સમજી વિચારીને આ ઉમેદવારો ઉતાર્યા છે.
પાર્ટીએ આ સાથે પ્રથમ અને બીજા તબક્કા અંતર્ગત આવતી 113 સીટોમાંથી 107 સીટો પર પોતાનો ઉમેદવારોની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુરુવારે થયેલી બેઠકમાં આ નામો પર મોહર લગાવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. 10 ફેબ્રુઆરી પ્રથમ તબક્કામાં 58 સીટો પર અને બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ 55 સીટો પર મતદાન થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર