Home /News /national-international /Irfan Raj: Brahmastra જેવી અનેક મુવીમાં ઇરફાને કર્યુ કામ, એક સમયે મસ્જિદમાં જવા પર હતી પાબંદી, વાંચો સંધર્ષની કહાની  

Irfan Raj: Brahmastra જેવી અનેક મુવીમાં ઇરફાને કર્યુ કામ, એક સમયે મસ્જિદમાં જવા પર હતી પાબંદી, વાંચો સંધર્ષની કહાની  

આજે અનેક લોકોના દિલમાં રાજ કરે છે.

Irfan Raj: ઇરફાન રાજ બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જો કે એમની સંધર્ષની કહાની કંઇક અલગ છે. માતા અને ભાઇના સપોર્ટથી ઇરફાન આજે આ સ્ટેજ પર પહોંચ્યા છે જ્યાં લાખો લોકોના દિલમાં હવે રાજ કરે છે.

  • Local18
  • Last Updated :
  • Allahabad, India
પ્રયાગરાજ: કહેવાય છે કે માણસ ધારે તો કંઇ પણ કરી શકે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો વ્યક્તિ જ્યારે સંધર્ષ કરે ત્યારે અનેક બાબતોનું સામનો કરવો પડતો હોય છે. પરંતુ એક દિવસ એવો આવે છે જેમાં એને ભરપૂર સફળતા મળતી હોય છે. આવી જ એક વાત છે પ્રયાગરાજના ઇરફાન રાજની..ઇરફાન રાજની આ વાતો જાણીને તમને પણ તમારી લાઇફમાં આગળ વધીને કંઇક નવું કરવાની ઇચ્છા થશે. એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિએ ફળની આશા ના રાખવી જોઇએ, પરંતુ મહેનત કરવી જોઇએ.

આ પણ વાંચો:ગોવાના દરિયાકિનારે જોવા મળશે આ ખાસ વસ્તુ

પ્રયાગરાજના ઇરફાન રાજે 10 લાખથી પણ વધારે લોકોને પોતાના બનાવી દીધા છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર ઇરફાનના 10 લાખથી પણ વઘારે ફોલોઅર્સ છે. બાળપણથી કલાને સમર્પિત ઈરફાનના પૈતૃક નિવાસ સ્થાન મિર્ઝાપુરના અહરૌરામાં છે.

ઉલ્લેખનીય છે કે, લગભગ 10 વર્ષ પહેલાં ઇરફાનની માતા અને એમના મોટાભાઇ નનિહાલ બનારસ આવ્યા હતા ત્યારે એક ભાડાના મકાનમાં રહેતા હતા. આ દરમિયાન જ્યારે પણ ઈરફાન એના નૃત્ય કળા કરવાની સાથે કૌશલ્ય દેખાડતા ત્યારે ધાર્મિક વાતોની સાથે એમના પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

" isDesktop="true" id="1334687" >

જો કે મોટા ભાઇ શેરા અહમદ અને માતાએ ઇરફાનની કળાને ક્યારે પણ નકારી નહીં અને હંમેશા એમની વાતને પ્રોત્સાહન આપ્યું. આજે ઇરફાન યૂટ્યૂબની લઇને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે અને એમના લાખો દિવાના છે.

અનેક ફિલ્મોમાં કર્યુ કામ


નૃત્ય કલાને લઇને ઇરફાન બહુ મોટા પદ સુધી પણ પહોંચી ગયા છે. બ્રહ્માસ્ત્ર, શુભ મંગલ જ્યાદા સાવધાન જેવી અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો. આ સિવાય મસૂર, એમ ફોર માફિયા, કંટ્રી માફિયા જેવી અનેક પ્રકારની વેબ સિરીઝમાં ઇફરાને એમની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો:તુર્કી-સીરિયા પછી હવે પેલેસ્ટાઇનમાં પણ ધરા ધ્રૂજી

નેશનલ લેવલના ફેશન તેમજ મોંડલિંગ શોમાં પણ ઇરફાન સેલિબ્રિટી જજ તરીકે આમંત્રિત થયા છે. બનારસની હિન્દૂ વિશ્વ વિદ્યાલયમાં આયોજીત આઇઆઇટી સંસ્થઆના કાશી યાત્રા ડાન્સ શોમાં ઇફરાન પ્રથમ વિજેતા રહી ચુક્યા છે. ઇરફાને ન્યૂઝ 18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું કે ‘ઇરફાન એક રાઝ છે, મારા જીવનમાં અનેક પ્રકારના રાઝ છુપાયેલા છે.’ આ સાથે ઇરફાન વધુમાં જણાવે છે કે મુસ્લિમ હોવાને કારણે મને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, આમ, હું કંઇક વધારે કહીશ તો નવી સમસ્યા ઉભી થઇ જશે.’

યુટ્યૂબ પર મળ્યુ સિલ્વર બટન


ડાન્સની વાત કરીએ તો લુધિયાનામાં આયોજીત એક વર્કશોપમાં ઇરફાને એક મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી. આ સાથે જ સ્કોલરશિપ પણ મળી. ઇરફાન જયપૂર, દિલ્હી, કોલકાતા જેવી બનારસની અનેક જગ્યાઓ પર વર્કશોપ આયોજીત કરીને દિલ્હી, પટના જેવા અનેક સ્થળો પર ડાન્સ વિશે નોલેજ પણ લીધું. યુટ્યૂબ દ્રારા ઇરફાનને સિલ્વર બટન પણ મળ્યુ છે.
First published:

Tags: Bollywood actor, Brahmastra, Network 18