સ્કોર્પિયોના ડ્રાઇવરને ઝોકું આવતાં ટ્રક સાથે થઈ ભીષણ ટક્કર, 9 લોકોનાં મોત

News18 Gujarati
Updated: June 5, 2020, 11:23 AM IST
સ્કોર્પિયોના ડ્રાઇવરને ઝોકું આવતાં ટ્રક સાથે થઈ ભીષણ ટક્કર, 9 લોકોનાં મોત
અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયોનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી

અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયોનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી

  • Share this:
પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ (Pratapgarh)માં ભીષણ માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. અહીં વરસાદના કારણે કન્ટેનર ટ્રક અને સ્કોર્પિયોમાં જોરદાર ટક્કર થઈ. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 4 યુવક, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં સ્કોર્પિયો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં ડ્રાઇવરને ઝોકું આવી ગયું હોવાની વાત સામે આવી છે. તમામ લોકો રાજસ્થાનથી માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને બિહારના ભોજપુર પરત જઈ રહ્યા હતા.

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત એટલો ભીષણ હતો કે સ્કોર્પિયોનું પતરું કાપીને લાશોને બહાર કાઢવી પડી. એક તરફ વરસાદ અને વહેલી પરોઢના કારણે ડ્રાઇવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો, 1 લાખ ભારતીયોના Aadhaar, PAN અને પાસપોર્ટનું ઇન્ટરનેટ પર સેલ! જાણો સમગ્ર મામલો

તમામ મૃતક બિહારના ભોજપુર જઈ રહ્યા હતા. આ તમામ લોકો રાજસ્થાનમાં માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈને પરત ફરી રહ્યા હતા. પોલીસે તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

મુખ્યમંત્રીએ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતાપગઢમાં થયેલા અકસ્માતમાં લોકોના મૃત્યુ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક સાર વાર મળે તેના નિર્દેશ આપ્યા છે.(ઇનપુટઃ રોહિત સિંહ)

આ પણ વાંચો, PNBના કેશિયરને ઓનલાઇન ગેમનો લાગ્યો ચસ્કો, દેવું વધી જતાં અજમાવ્યો આવો કીમિયો

 
First published: June 5, 2020, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading