દર્દનાક ઘટના: આગ્રા-લખનઉમાં હાઇવે પર કાળમુખી કારે મારી ટક્કર, 8 લોકોના મોત

News18 Gujarati
Updated: July 11, 2018, 1:41 PM IST
દર્દનાક ઘટના: આગ્રા-લખનઉમાં હાઇવે પર કાળમુખી કારે મારી ટક્કર, 8 લોકોના મોત
ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે.
News18 Gujarati
Updated: July 11, 2018, 1:41 PM IST
ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે. આ ઘટનામાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઘટના ડ્રાઈવરને ઊંઘ આવી જવાના કારણે બની હતી. ડ્રાઇવરે સ્ટયરીંગ કાબૂ ગુમાવતા બોલેરોએ કન્ટેનરને ટક્કર મારી હતી. જેમા આઠ લોકોના મોત થયા હતા. અને અન્ય લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલ અને મૃતકો રાજસ્થાનના અલવર જીલ્લાના રહેવાસી છે, જે સીતાપુરથી નૌમિષાર્ણ્ય દર્શન કરવા જઈ રહ્યા હતા.

બોલેરો ગાડીના કચણઘાણ થઇ ગયા


રાજસ્થાનના અલવર જિલ્લાના બાનપુર થાના વિસ્તારના બાનપુર ગામના રાજીવ તેમના પરિવાર સાથે ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લા સ્થિત નૌમિષાર્ણ્ય ધામ જઇ રહ્યા હતા. પરિવારમાં કોઈની મનત પૂર્ણ કરવા પર સહપરિવાર બોલેરો ગાડીમાં જઇ રહ્યા હતા. કનૌજમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાવે પર ડ્રાઇવરને ઉંઘ આવી જતા બૉલેરોએ આગળ ઊભા રહેલા કન્ટેનરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી તેજ હતી કે બોલેરો ગાડીના કચણઘાણ થઇ ગયા હતા.

આ ઘટના અંગે માહિતી મળતા કનોજના ડીએમ રવીન્દ્ર કુમાર પહોંચી ગયા હતા. જિલ્લા તંત્ર દ્વારા પરિવારજનોએ માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...