ચોરોએ 70 કિલો ડુંગળી અને 20 કિલો લસણ પર કર્યો હાથ સાફ!

News18 Gujarati
Updated: December 15, 2019, 3:27 PM IST
ચોરોએ 70 કિલો ડુંગળી અને 20 કિલો લસણ પર કર્યો હાથ સાફ!
દુકાનનું શટર તોડી ડુંગળી, લસણ અને આદુ મળી 15 હજાર રૂપિયાના શાકભાજીની ચોરી

દુકાનનું શટર તોડી ડુંગળી, લસણ અને આદુ મળી 15 હજાર રૂપિયાના શાકભાજીની ચોરી

  • Share this:
સંદીપ સિંહ, સીતાપુર : ડુંગળીના ભાવ (Onion Price)માં આગ લાગેલી હોવાના કારણે બદમાશોની પણ તેની પર નજર બગડી છે. તાજેતરનો ચોંકાવનારો મામલો રવિવારે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં બન્યો છે. અહીં ચોરોએ લહરપુર પોલીસ સ્ટેશન હદની એક શાકભાજીના દુકાનદારની 70 કિલો ડુંગળી અને 20 કિલો લસણ પર હાથ સાફ કરી દીધો. શાકભાજી ચોરી કરવાની આ ઘટના બાદ શાકભાજીના વેપારીઓમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. એસપી એલ.આર. કુમારનું કહેવું છે કે લેખિત ફરિયાદ બાદ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

મળતી જાણકારી મુજબ, લહરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા બેહટી નિવાસી રાજેશ શાકભાજીના વિક્રેતા છે. આરોપ છે કે ચોર દુકાનનું શટર તોડીને અંદર ઘૂસી ગયો અને 70 કિલો ડુંગળીની સાથે 20 કિલો લસણ અને 25 કિલો આદુ પણ ચોરીને લઈ ગયો. ચોરીની આ ઘટનાની જાણ થતાં જ શાકભાજીના વેપારીઓમાં હોબાળો થઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીફ શાકભાજીના વેપારી રાજેશે જણાવ્યું કે ચોર લગભગ 15 હજાર રૂપિયાની શાકભાજી ચોરીને લઈ ગયો.

આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપનો 'મહત્વનો પુરાવો', જેણે પીડિતાને અપાવ્યો ન્યાય, જાણો તેની સમગ્ર કહાણી

'ફરિયાદ આવ્યા બાદ કાર્યવાહી થશે'

શાકભાજી ચોરીને ઘટનાને લઈ સીતાપુરનાએસપી એલ.આર. કુમારે જણાવ્યું કે શાકભાજીના વેપારી દ્વારા હજુ સુધી કોઈ પ્રકારની ફરિયાદ નથી મળી. ફરિયાદ મળતાં કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

આ પણ વાંચો, મોત બાદ પણ ડ્યૂટી કરી રહી છે આ ફૌજીની આત્મા, દર મહિને મળે છે પગાર!
First published: December 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading