7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સાઇકલ પર આંટો મરાવવાના બહાને બહાર લઈ ગયો હતો યુવક

7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સાઇકલ પર આંટો મરાવવાના બહાને બહાર લઈ ગયો હતો યુવક
પ્રતિકાત્મક તસવીર

સ્કૂલ પાસેની સૂમસામ ઝાડીમાં બાળકી પર કથિત દુષ્કર્મ આચર્યા બાદ યુવક થયો ફરાર, પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ

 • Share this:
  શાહજહાંપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના શાહજહાંપુર જિલ્લા (Shahjahanpur District)માં રવિવાર સાંજે સાત વર્ષની બાળકીની સાથે એક યુવકે કથિત રીતે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકીને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે તેની જાણકારી આપી. પોલીસ ક્ષેત્રાધિકારી મહેન્દ્રપાલ સિંહે જણાવ્યું કે સાત વર્ષની બાળકી ઘરની પાછળના ભાગમાં રમી રહી હતી. ત્યારે ત્યાં જ રહેતો શોભિત નામનો યુવક તેને સાઇકલ પર આંટો મારવાના બહાને બેસાડીને લઈ ગયો.

  પોલીસ અધિકારી સિંહે વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ આરોપીએ સ્કૂલની પાસે સૂમસામ ઝાડીઓમાં લઈ જઈને બાળકી સાથે કથિત રીતે દુષ્કર્મ આચર્યું. બાળકી જ્યારે લોહીથી લથપથ ઘરે પહોંચી અને પરિવારના સભ્યોને તમામ વાત જણાવી ત્યારે પરિવાર તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ આરોપી શોભિતની વિરુદ્ધ કેસ નોંધી દીધો છે. બીજી તરફ, પીડિત બાળકીને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજ મોકલવામાં આવી છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો, જેની શોધખોળ ચાલી રહી છે.  આ પણ વાંચો, દિવાળીના દિવસે સ્મશાન ઘાટના ચોકીદારની ગળું કાપીને હત્યા, ખાટલા પર પડી હતી લાશ

  બાંદામાં મોબાઇલ અપાવવાના બહાને બેભાન કરી ગેંગરેપ

  નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં હાલમાં દુષ્કર્મ (Rape)ની ઘટનાઓ વધી ગઈ છે. થોડા દિવસો પહેલા બાંદામાં બજારમાં ખરીદી કરવા ગયેલી એક કિશોરી (Teenager)નો આરોપ હતો કે તેના પરિચિત મનોજે મોબાઇલ ફોન અપાવવાના બહાને તેને એક દુકાને લઈ ગયા, જ્યાં તે કિશોરી અચાનક બેભાન થઈ ગઈ. ત્યારબાદ મનોજે તેને બંધક બનાવી દીધી અને એક રૂમમાં લઈ જઈને મનોજ અને તેના ત્રણ અન્ય મિત્રોએ કિશોરીની સાથે ગેંગરેપ (Gangrape) કર્યો.

  આ પણ વાંચો, દિવાળીની રાત્રે 6 વર્ષીય માસૂમની કરી હત્યા, શરીરના અનેક અંગ ગાયબ

  પરંતુ મોડી સાંજ સુધી તે ઘરે પરત ન આવી તો પરિજનોએ તેની શોધખોળ કરી. કિશોરી નહીં મળતાં પરિજનોએ તેના ગુમ થવાનો રિપોર્ટ બિસંડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી. ત્યારબાદ પોલીસે કિશોરીનો મોબાઇલ સર્વેલન્સ અને અન્ય ટેકનીકની મદદથી ફતેહપુરથી શોધી કાઢી અને પોલીસ કિશોરીને લઈને બિસંડા પોલીસ સ્ટેશન પહોંચી.
  Published by:Mrunal Bhojak
  First published:November 16, 2020, 15:03 pm

  ટૉપ ન્યૂઝ