ગરમીથી ત્રસ્ત થઈને રેલવે ટ્રેક પર ઉભા રહેલા ચાર મુસાફરો કચડાયા

બલરાઈ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસની અડફેટે ચાર લોકોનાં મોત, જ્યારે એક ડઝનથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ.

News18 Gujarati
Updated: June 10, 2019, 10:26 AM IST
ગરમીથી ત્રસ્ત થઈને રેલવે ટ્રેક પર ઉભા રહેલા ચાર મુસાફરો કચડાયા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 10, 2019, 10:26 AM IST
ઇટાવા :  ઉત્તર પ્રદેશના ઈટાવા સ્થિત બલરાઈ રેલવે સ્ટેશન પર ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. અહીં ગરમીથી પરેશાન કેટલાક યાત્રિકો ટ્રેનના કોચમાંથી બહાર નીકળીને રેલવે ટ્રેક પર ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવેલી રાજધાની એક્સપ્રેસ તેમના પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે એક ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સૈફઈ અને ટૂંડલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં જીઆરપી અને આરપીએફની બેદરકારી સામે આવી છે. હાલ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની ઓળખ કૌશામ્બીના રહેવાશીઓ તરીકે કરવામાં આવી છે. તેમના નામ રાજેન્દ્ર, પિન્ટૂ, જામહિરલાલ, અને ભૈયાલાલ છે. આ તમામ લોકો અવધ એક્સપ્રેસમાં સુરત જઈ રહ્યા હતા. મૃતકો એક જ પરિવારના હોવાની માહિતી પણ સામે આવી છે.

આ પણ વાંચો  : ભારતીય રેલવે આપશે મસાજની સુવિધા, જાણો ગુજરાતની કઇ ટ્રેનમાં મળશે આ લાભ

ઘટનાને નજરે જોનાર લોકોના જણાવ્યા પ્રમાણે ચારેય અવધ એક્સપ્રેસમાં સવાર હતા. તેમની ટ્રેન બલરાઈ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસને પાસિંગ આપવા માટે ઉભી રહી હતી. આ દરમિયાન આ ચારેય યાત્રિકો ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક પર ઉભા રહી ગયા હતા. પરંતુ ખૂબ ઝડપથી પસાર થયેલી રાજધાનની એક્સપ્રેસે તેમને અડફેટે લીધા હતા. ચારેયનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતાં.

અવધ એક્સપ્રેસ મુઝફ્ફરનગરથી બાંદ્રા ટર્મિનલ જઈ રહી હતી. જ્યારે રાજધાની એક્સપ્રેસ કાનપુરથી દિલ્હી જઈ રહી હતી. ગરમીને કારણે મુસાફરો ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મની વિરુદ્ધ દિશામાં ઉભા રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ ટિકિટ લઈને સ્લિપર કોચમાં આરામ કરી રહેલા લોકોને ટિકિટ ચેકિંગની આશંકા હતી. આ માટે પણ કેટલાક લોકો સ્લિપર કોચમાંથી ઉતરીને જનરલ કોચ તરફ જઈ રહ્યા હતા. બીજી તરફ ખૂબ ગરમીને કારણે આ તમામ લોકો રેલવે ટ્રેક પર જ ઉભા રહી ગયા હતા.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...