યુવકને ઝાડ સાથે બાંધી જીવતો સળગાવ્યો, આક્રોશિત ગામ લોકોએ બે પોલીસ જીપ ફૂંકી મારી

યુવકને ઝાડ સાથે બાંધી જીવતો સળગાવ્યો, આક્રોશિત ગામ લોકોએ બે પોલીસ જીપ ફૂંકી મારી
આરોપ છે કે મહિલા સિપાહીના પરિવારે પીડિત યુવકને જીવતો સળગાવી દીધો, ગામમાં તણાવનો માહોલ

આરોપ છે કે મહિલા સિપાહીના પરિવારે પીડિત યુવકને જીવતો સળગાવી દીધો, ગામમાં તણાવનો માહોલ

 • Share this:
  રોહિતસિંહ, પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ (Pratapgarh) જિલ્લામાં અસામાજિક તત્વોએ એક યુવકને ઝાડ સાથે બાંધી જીવતો સળગાવી દીધો. યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. હત્યાની જાણ થતાં જ આક્રોશિત ગામ લોકોએ કલાકો સુધી હોબાળો કર્યો. ઘટનાના વિરોધમાં પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી. આ ઘટના ફતનપુર પોલીસ સ્ટેશનની હદના ભુજૌની ગામની છે. યુવકની હત્યાના જાણ થયા બાદ પોલીસ (Police)ના ઢીલા વલણથી આક્રોશિત ગ્રામીણોએ પથ્થરમારો અને આગચંપી કરી. ગામ લોકોએ પોલીસની બે જીપ સહિત ત્રણ ગાડીઓને આગને હવાલે કરી દીધી. પોલીસની બંને જીપ બળીને રાખ થઈ ગઈ. પથ્થરમારામાં ચાર પોલીસકર્મી ઘાયલ થયા છે.

  મળતી માહિતી મુજબ, મૃતક યુવક અંબિકા પટેલ કાનપુરમાં તૈનાત મહિલા સિપાહીને પ્રેમ કરતો હતો. આરોપ છે કે મહિલા સિપાહીના ઘરવાળાઓએ અંબિકા પટેલને જીવતો સળગાવી દીધો. નોંધનીય છે કે, મૃતક અંબિકા પટેલ મહિલા સિપાહી સાથે છેડતીના કેસમાં જેલમાં બંધ હતો. થોડા દિવસ પહેલા જ તે પેરોલ પર જેલથી છૂટીને બહાર આવ્યો હતો. સોમવાર બપોરે મૃતક ઘરેથી બહાર ગયો હતો. સાંજે 8 વાગ્યે તેની અડધી બળેલી લાશ બાગમાંથી મળી આવી.  આ પણ વાંચો, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારું વાવાઝોડું ‘નિસર્ગ’ કેટલું ખતરનાક છે?

  ડઝનબંધ લોકો કસ્ટડીમાં

  આ ઘટના બદ ગામ લોકો આક્રોશિત થઈ ગયા. ગામમાં ધમાલ અને આગચંપી ચાલતી રહી. આ દરમિયાન ચાર કલાક સુધી પોલીસ ગામ બહાર ઊભી રહી. ચાર કલાક બાદ કોઈક રીતે એસપી સહિત ભારે પોલીસ દળ ગામમાં દાખલ થઈ શકી. ત્યારબાદ બંને પક્ષના ડઝનબંધ લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા. ઘટનાસ્થળે પ્રયાગરાજ ઝોનના આઈજી અને એડીજી પણ પહોંચ્યા. તેઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યું. બીજી તરફ ગામમાં હત્યા બાદ તણાવને જોતાં બે પીએસસીની કંપનીને તૈનાત કરી દેવામાં આવી છે.

  આ પણ વાંચો, ...જ્યારે વ્હાઇટ હાઉસમાં થઈ અફરાતફરી, ડોનાલ્ડ ટ્રમ્પને પણ બન્કરમાં સંતાવું પડ્યું

   

   
  First published:June 02, 2020, 09:38 am

  ટૉપ ન્યૂઝ