Home /News /national-international /UP 1st Phase Elections: ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બમ્પર વોટિંગ, 60.17% મતદાન

UP 1st Phase Elections: ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બમ્પર વોટિંગ, 60.17% મતદાન

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022

Uttar Pradesh 1st Phase Assembly Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણી 2022 માટે પહેલાં તબક્કાનાં વોટિંગની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. હાપુડા, આગરા, ગાઝિયાબાદ જેવાં જિલ્લાઓમાં મતદાતાઓ પોલિંગ બૂથ પહોંચવા લાગ્યા છે.

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં આજે 10મી તારીખથી પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં કુલ 58 બેઠકો પર (Uttar Pradesh 1st Phase Assembly Election) મતદાન થયું હતું. આ વખતે યૂપીમાં 60.17 ટકા મતદાન થયું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં 63.5 ટકા લોકોએ વોટ કર્યા હતા. યૂપી ચૂંટણીમાં શામલીમાં 69.42 ટકા, મુજફ્ફરનગરમાં 65.34 ટકા, મેરઠમાં 60.91, બાગપતમાં 61.35, આગ્રામાં 58.61, અલીગઢમાં 60.49, બુલંદશહેરમાં 60.52, ગૌતમબુદ્ધ નગરમાં 55.77, ગાજિયાબાદમાં 55.77 ટકા, હાપુડમાં 60.50 અને મથુરામાં 62.90 ટતા મતદાન થયું છે.

પ્રથમ તબક્કામાં જે મંત્રીઓનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે. જે શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંઘ, કપીલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નરૈનનો સમાવેશ થાય છે.

શામલી-બાગપતમાં સાંજે 5 વાગ્યા સુધી 61% મતદાન, આગરામાં અત્યાર સુધીમાં 56.52 ટકા વોટ પડ્યા

યૂપીમાં મતદાન ચાલુ છે સાંજનાં પાંચ વાગ્યા સુધીમાં શામલી બાગપતમાં 61 ટકા તો આગરામાં 56.52 ટકા વોટ પડ્યાં છે. તો બુલંદશહરમાં ભારે મતદાન થયું. અને આંકડા 60 ટકાની નજીક પહોંચી ગયા છે. જોકે, નોએડામાં મતદાન ધીમુ છે. અને અહીં 50 ટકાની નજીક છે.

યૂપીમાં 3 વાગ્યા સુધીમાં 48.24 % મતદાન

યૂપી ચૂંટણીમાં અન્ય જીલ્લાની સાથે બુલંદશહરમાં પણ ભારે મતદાન થઇ રહ્યું છે, બપોરે 3 વાગ્યા સુધી સિકંદરાબાદ વિધાનસભામાં 54.30 ટકા, બુલંદશહરમાં 49.95 ટકા, સ્યાનામાં 50.24, અનૂપશહરમાં 47.20, ડિબાઇમાં 48.73, શિકારપુરમાં 52.01 અને ખુર્જામાં 53.22 ટકા મતદાન થઇ ગયુ છે.

શામલીમાં વોટર્સને પરેશાન કરવાનો આરોપ, ઘટનાસ્થળે આલા અધિકારી

શામલીમાં RLD નાં ઉમેદવાર પ્રસન્ન ચૌધરીની સાથે મારઝૂડ અને મતદાન કેન્દ્ર પર કથિત ગરબડ અને મહિલાઓ સાથે છેડતીનો કેસ સામે આવ્યો છે. શામલીનાં કલેક્ટર જસજીત કૌરે જણાવ્યું કે, કેસની તપાસ થઇ રહીં છે. એવું કંઇ પણ જો જાણવાં મળશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022


બુલંદશહરમાં મતદાન સમયે ગડબડીનો આરોપ- બુલંદશહરમાં મતદાન સમયે ગડબડ થયાનો આરોપ લગાવ્યો છે. ગડબડીની સૂચના પર રાલોદ-સપા ગઠબંધન તરફથી ઉમેદવાર હાજી યૂનુસ મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા છે. ગઠબંધન ઉમેદવારીનો આરોપ છે કે, BLOએ ખોટા મતદાનને વોટ અપાવડાવ્યાં. સાથે જ હાજી યૂનુસે જાણી જોઇને મતદાન ધીમી ગતિથી કરાવ્યાનો આરોપ લગાવ્યો છે.

ઉત્તર પ્રદેશ વિધાન સભા ચુંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 35.03 ટકા મતદાન થયું.

Shamli Average - 41.16%
Muzaffarnagar Average-  35.73%
Meerut Average - 34.51%
Baghpat Average - 38.01%
Ghaziabad Average - 33.40%
Hapur Average - 37.03%
Gautam B. Nagar Average - 30.53%
Bulandsahar Average - 39.97%
Aligarh Average - 32.07%
Mathura Average - 36.26%
Agra Average - 36.93%
------------------------
Grand Average - 35.03%


ઉત્તર પ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધી 20.03%  નું મતદાન

Shamli Average - 22.83%
Muzaffarnagar Average - 22.65%
Meerut Average - 18.54%
Baghpat Average - 22.30%
Ghaziabad Average - 18.24%
Hapur Average -22.80%
Gautam B. Nagar Average - 19.23%
Bulandsahar Average - 21.62%
Aligarh Average - 17.91%
Mathura Average - 20.73%
Agra Average - 20.30%
---------------------

Grand Average - 20.03%

લોકતંત્રનાં મહાપર્વમાં વૃદ્ધોની ભાગીદારી:
બુલંદશહરનાં SMGIC ઇન્ટર કોલેજમાં 97 વર્ષની બુઝુર્ગ મહિલાને તેનાં પરિજનોનાં વોટ નખાવા માટે લઇને આવ્યાં છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022


પહેલાં મતદાન તે બાદ લગ્ન:
મુઝફ્ફરનગરમાં લગ્ન પહેલાં અંકુર બાલ્યાન મતદાન કરવાં પહોચ્યાં તેણે કહ્યું, ''પહેલાં મતદાન, બાદમાં બહું. અને તે બાદ બધા જ કામ.'




હાપુડમાં 2 EVM બદલાયા-

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાનું વોટિંગ શરૂ થઇ ગયુ છે આ વચ્ચે શામલીમાં એક મોટી ખબર સામે આવી છે. અહીંનાં ગોહરપુર ગામમાં EVM ખરાબ થઇ ગયુ છે. આ કારણે અહીં મતદાન પ્રક્રિયા હાલ માટે રોકાઇ ગઇ છે. હાપુડમાં બદલવામાં આવી 2 EVM, વોટિંગ શરૂ થતાં પહેલાં ચેન્જ થયા 9 VVPAT



PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું- ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પહેલાં તબક્કાનું વોટિંગ છે તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે, તેઓ કોવિડનાં નિયમોનું પાલન કરતાં લોકતંત્રનાં આ પાવન પર્વમાં આગળ વધીને ભાગ લે. યાદ રાખવાનું છે- પહેલાં મતદાન, પછી જલપાન.





મતદાન કેન્દ્ર પહોંચવા લાગ્યા છે વોટર્સ-
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણી 2022 માટે પહેલાં તબ્બકાનાં વોટિંગની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. હાપુડા, આગરા, ગાઝિયાબાદ જેવાં જિલ્લાઓમાં મતદાતાઓ પોલિંગ બૂથ પહોંચવા લાગ્યા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022


12 પ્રકારનાં ID કાર્ડનો ઉપોયગ કરી શકે છે-
IPIC કાર્ડનાં સ્થાન પર મતદાતા મનરેગા કાર્ડ, પેન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સહિતનો વોટ આપવા માટે ઉપયોગ કરી શકે છે. 12 પ્રકારનાં ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022


સમાજવાદી પાર્ટી અને ભાજપ બાદ  કોંગ્રેસે પણ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ચૂંટણી ઢંઢેરાને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

જેમાં ખેડૂતોની લોન 10 દિવસમાં જ માફ કરવાથી લઇને 20 લાખ સરકારી નોકરી આપવાના વચનો આપ્યા હતા. અગાઉ જોકે કોંગ્રેસે બે ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા હતા. પ્રિયંકાએ આ દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોની લોન માફ કરી દેશે.

ઉત્તર પ્રદેશમાં આજે પહેલાં તબ્બકાનું મતદાન શરૂ


કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ઉન્નતી વિધાન ના નામે જાહેર કર્યો હતો. જેમાં અનેક મોટા વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ, સપા અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચેકિંગ દરમિયાન નોઇડામાંથી 6.38 કરોડ રોકડા અને એક લાખ લિટર દારૂ ઝડપાયો હતો. પૈસા અને દારૂથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ નેતાઓ દ્વારા થઇ રહ્યો હોવાની જાણકારી મળ્યા બાદ નોઇડા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં આ સફળતા મળી હતી.
First published:

Tags: UP Election, UttarPradesh News, ઉત્તર પ્રદેશ, પીએમ મોદી