Home /News /national-international /હાઈવે બનાવામાં અડચણ બનતા મંદિરને તોડવા આવ્યા અધિકારીઓ; મશીનો તૂટી ગયા, બાદમાં શિફ્ટ કરાવ્યું મંદિર
હાઈવે બનાવામાં અડચણ બનતા મંદિરને તોડવા આવ્યા અધિકારીઓ; મશીનો તૂટી ગયા, બાદમાં શિફ્ટ કરાવ્યું મંદિર
hanuman temple
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અગાઉ 2017માં હાઈવેના રસ્તામાં બનેલા આ મંદિરને હટાવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તમામ હિન્દુ સંગઠનો અને ક્ષેત્રિય શ્રદ્ધાળુઓના વિરોધના કારણ મંદિર શિફ્ટ કરવાની પ્રક્રિયાને રોકી દીધી હતી.
શાહજહાંપુર: ઉત્તર પ્રદેશમાં નેશનલ હાઈવે બનાવવા માટે 150 વર્ષ જૂના હનુમાન મંદિરને શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર શાહજહાંપુર જિલ્લાના તિલહર તાલુકાના કછિયાની ખેડા વિસ્તારમાં બનેલું છે અને કેટલાય વર્ષોથી તેને હટાવાની કોશિશ ચાલી રહી છે. હવે આખરે આ મંદિરને જેકના સહારે અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી હાઈવે બનાવી શકાય. લગભગ ત્રણ મહિનાથી મંદિરને શિફ્ટ કરવાનું કામ ચાલું છે. તાલુકા વિકાસ અધિકારી રાશી કૃષ્ણાએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 16 ફુટ ઊંચા હનુમાન મંદિરને સફળતાપૂર્વક પાછળ ઘકેલાઈ ચુક્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અગાઉ 2017માં હાઈવેના રસ્તામાં બનેલા આ મંદિરને હટાવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તમામ હિન્દુ સંગઠનો અને ક્ષેત્રિય શ્રદ્ધાળુઓના વિરોધના કારણ મંદિર શિફ્ટ કરવાની પ્રક્રિયાને રોકી દીધી હતી.
UP | 150-year-old Hanuman temple is being shifted from National Highway with the help of jack in Shahjahanpur
The work of shifting the temple is going on since 3 months. So far the 16 feet tall Hanuman temple has been successfully pushed back: Rashi Krishna, SDM, Tilhar (10.01) pic.twitter.com/DSd0U2h53Q
અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2018માં હાઈવે બનાવી રહેલી કંપનીએ મંદિરને તોડવાનો આદેશ આપ્યો. તે સમયે મંદિર પાડવા માટે આવેલા કેટલાય મશીનો ખરાબ થઈ ગયા. અમુક લોકોએ દાવો કર્યો કે, આ હનુમાનજીનો ચમત્કાર છે. મંદિર તોડવાની કોશિશ નિષ્ફળ રહી, સ્થાનિક લોકોની આસ્થા વધી ગઈ. સ્થાનિક લોકોનું માનવું છે કે, આ મંદિરમાં માગવામાં આવેલી દરેક મનોકામના પુરી થાય છે. અમુક સ્થાનિક લોકો હજૂ પણ મંદિર શિફ્ટ કરવાના નિર્ણયનો વિરુદ્ધ કરે છે.
મંદિરના મુખ્ય પૂજારીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ મંદિર અમારી સહમતી વગર હટાવામાં આવી રહ્યું છે. આ કામ જબરદસ્તી થઈ રહ્યું છે. કોઈએ અમારી સાથે વાત નથી કરી. મંદિર તોડતા પહેલા કેટલાય મશીનો ખરાબ થઈ ગયા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર