UP: બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 10નાં મોત, ડઝનબંધ લોકોની સ્થિતિ ગંભીર

ઘટનાની તપાસમાં લાગેલા ઉચ્ચ અધિકારી

બારાબંકી દારૂ કાંડ: એક જ પરિવારના પિતા સહિત ત્રણ દીકરાઓના મોત

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તર પ્રદેશમાં ઝેરી દારૂનો વેપાર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. આ વખતે રાજ્યની રાજધાની લખનઉ પાસેના જિલ્લા બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થયા છે. બીજી તરફ, ડઝનબંધ લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોતનો આંકડો વધી શકે છે.

    ઘટના રામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રાનીગંજની છે, જ્યાં સોમવાર સાંજે સરકારી ઠેકાથી ખરીદીને પીડિતોએ દારૂ પીધો હતો. મોડી રાત્રે અચાનક તેમની તબિયત બગડવાં લાગી પો પરિજનો તેમને લઈને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા, જ્યાં સારવાર દરમિયાન 10 લોકોના મોત થયા. મંગળવારની સવાર સુધી સોનૂ સુરેશ (25), રાકેશ સાલિમ રામ (35) ઉપરાંત રામેશ કુમાર છોટેલાલ (35), સોનૂ છોટેલાલ (25), મુકેશ છોટેલાલ (28) તથા છોટેલાલનું પણ ઝેરી દારુ પીવાથી મોત થઈ ગયું છે.

    એક જ ઘરના 4 લોકોનાં મોત

    એક જ ઘરના ચાર લોકોનાં મોત થયા છે. બીજી તરફ, સૂર્યભાન સૂર્ય બક્સનું પણ મોત ઘરે જ થયું હતું. ઝેરી દારૂ પીવાથી તિલકરામ, મહેન્‍દ્ર, નિર્મલ, ઉમરી ગામના રાજેન્દ્ર, સિમરાના વિનય પ્રતાપ, તેલવાનીના મહેશ અને મુંડના શિવ કુમારની સ્થિતિ ગંભીર છે.

    આ પણ વાંચો, એમ્બ્યુલન્સની ના પાડતા માતાએ ઊંચકીને દીકરાના મૃતદેહને લઈ જવો પડ્યો

    હાલ ઘટનાસ્થળે પોલીસતંત્ર ઉપસ્થિતિ છે એન મામલાની તપાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ સોમવારની રાત્રે લગભગ 9.00 વાગ્યાથી સીએચસી સૂરતગંજમાં દર્દીઓ આવવાની સિલસિલો શરૂ થઈ ગયો હતો. એક પછી એક કરીને અડધો ડઝનથી વધુ લોકો ગંભીર હાલતમાં આવ્યા. તમામ દર્દીઓએ જ્યારે દારૂ પીવાથી હાલત બગડવાની વાત જણાવી તો ડોક્ટરોએ તેની જાણ પોલીસને કરી.
    Published by:Mrunal Bhojak
    First published: