હવે સોનીની ખરીદી કરવી સરળ થઇ જશે. હોલમાર્કિંગને અનિવાર્ય કરવા માટે કંજ્યૂમર અફેર મંત્રાલયના પ્રસ્તાવને કાનૂન મંત્રાલયે પણ સ્વીકૃતિ આપી છે. હવે 22, 18 અને 14 કેરેટના ઝવેરાત પર હોલમાર્કિંગ કરવું ફરજિયાત થશે. હોલમાર્કિંગના નવા નિયમો મુજબ જ્વેલર્સને હોલમાર્કિંગ સેન્ટરથી બીઆઇએસનું લાયસેન્સ લેવું પડશે. હાલ ભારતભરમાં કુલ 566 હોલમાર્કિંગ સેન્ટર છે. સરકાર આ પ્લાનને અલગ અલગ ચરણમાં રજૂ કરશે. રાજધાનીમાં તેને લાગુ કરવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવશે. અને નાના શહેરોમાં તેને લાગુ કરવા માટે 1 વર્ષથી વધુનો સમય લાગશે.
શું છે હોલમાર્કિંગ?
હોલમાર્કિંગથી જ્વેલરીમાં સોનું કેટલું છે અને અન્ય મેટલ કેટલું છે તેનું ચોક્કસ મૂલ્યાંકન અને સત્તાવાર રેકોર્ડ રાખવામાં આવે છે.
શું છે જ્વેલર્સ એસોસિયેશનની માંગણી?
જ્વેલર્સ એસોશિએશનનું કહેવું છે કે દેશના ગામ અને શહેરોમાં લગભગ 6 લાખ નાના મોટા ઝ્વેલર્સ છે. જે ધરેણાં બનાવવા અને વેચવાનું કામ કરે છે. પણ ધરેણાંની શુદ્ધતાની તપાસ માટે દેશમાં ખાલી 500 હોલમાર્કિંગ સેન્ટર છે. તેવામાં તેમને ધરેણાંની તપાસ કરવા માટે લાંબી રાહ જોવાનો વારો આવશે. જે કારણે નાના વેપારીઓની મુશ્કેલીઓ વધી જશે.
કેવી રીતે કરશો શુદ્ધ સોનાની ઓળખ?
આઇએસઆઇ માર્કની જેમ જ સોના પર પણ જે હોલમાર્કનો નિશાન હોય છે તે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવે છે.
સોની દ્વારા આ હોલમાર્ક નથી લગાવવામાં આવતા પણ એક ખાસ લેબોરેટરીમાં તેનું હોલમાર્કિંગ કરવામાં આવે છે.
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડના લાયસેન્સ પ્રાપ્ત સોની કે જ્વેલર્સ જ શુદ્ધ હોલમાર્ક લગાયેલું સોનું આપી શકે છે.
હોલમાર્કિંગ લગાવવાથી સોનાના ભાવ નથી વધતા કારણ કે હોલમાર્ક લગાવવા માટે ખાલી 25 રૂપિયાનો જ ખર્ચ થાય છે.
જો હોલમાર્ક ન હોય તો તેનો મતલબ તે નથી કે તે સોનું 22 કેરેટ સાચું નથી. હોલમાર્ક આભૂષણ અનેક કેરેટમાં હાજર છે.
તે વાતનું પણ ધ્યાન રાખો કે કોઇ પણ આભૂષણ પર તરત હોલમાર્કિંગ નથી લગાવી શકાતું. તેવા જ્વેલર્સથી સાવધાન રહો જે કહે છે કે હાલ જ હોલમાર્ક લગાવી આપું છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર