મસૂદ અઝહરને 'વૈશ્વિક આતંકવાદી' જાહેર કરવા માટે ચીનને મનાવી રહ્યું છે, US, UK અને ફ્રાંસ

News18 Gujarati
Updated: March 16, 2019, 1:56 PM IST
મસૂદ અઝહરને 'વૈશ્વિક આતંકવાદી' જાહેર કરવા માટે ચીનને મનાવી રહ્યું છે, US, UK અને ફ્રાંસ
જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

ચીને ચોથી વાર મસૂદ અઝહરનો બચાવ કરતા તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્વાવનો ઇન્કાર કર્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકા, ફ્રાંસ, અને બ્રિટેને કર્યો હતો.

  • Share this:
પીટીઆઈ : આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદી જાહેર કરવાની માંગણીને ચીને ફગાવી દીધી છે. હવે ચીનને મનાવવા માટે UNSCના સ્થાયી સભ્યો અમેરિકા, ફ્રાંસ અને બ્રિટેન વાતચીત કરી રહ્યાં છે.

આ મામલે જાણકારા લોકોના જણાવ્યા અનુસાર, જો આ પ્રયાસો બાદ પણ મસૂદ અઝહરને 'વૈશ્વિક આતંકવાદી' જાહેર કરી નહીં શકાય તો ત્રણ સ્થાયી સભ્યો સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી શાખામાં ખુલ્લી ચર્ચામાં પ્રસ્તાવ પારિત કરવાની યોજના બનાવી રહ્યાં છે.

ચીને અઝહકરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચોથી વાર અટકાવ્યો છે. આ પ્રસ્વાવ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને મૂક્યો હતો. ભારતે ચીનના આ વલણ અંગે નિરાશા જાહેર કરી છે. પ્રસ્તાવ મૂકનારા દેશોએ ચેતવણી આપી છે કે તે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરશે.

આ પણ વાંચો: મસૂદ અઝહરનો દાવો: બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, તમામ આતંકી સુરક્ષિત

જોકે, સુરક્ષા પરિષદ સમિતિની આંતરીક વાતો ગોપનીય રાખવામાં આવે છે. જોકે આ વખતે સુરક્ષા પરિષદની સમિતિએ આતંકવાદી મસૂદને બચાવવાના ચીનના પ્રયત્નોને વિશ્વ સમક્ષ ખુલ્લો મૂક્યો છે.

એવી શક્યતા છે કે પ્રસ્તાવ લાવનારા 3 દેશ પાછલી 50 કલાકથી ચીન સાથે સદભવાની વાતચીત કરી રહ્યાં છે. જેને આંતરાષ્ટ્રીય વિષયોના જાણકાર સમજોતા કરાર ઠેરવી રહ્યાં છે. જેના મુજબ, સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવામાં આવે પરંતુ તેની વ્યાખ્યા એવી હશે જે ચીનને સ્વીકાર્ય રહેશે.એવી અટકળો છે કે ચીને આપેલા સૂચનો પર ત્રણે દેશો વિચાર કરી રહ્યા ંછે. ત્રણે દેશોએ સંકેત આપ્યા છે કે આ જો આ વ્યાખ્યા અંતર્ગત અઝહરને આતંકવાદી જાહેર કરી શકાય તો તમામ દેશો તેની સાથે સંમત થશે. જોકે, ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખતા આ ત્રણે દેશ ચીનના જવાબની રાહ જોવા માંગતા નથી.

આ પણ વાંચો: મસૂદને ચીને કેમ બચાવ્યો પહેલા આપણે તે સમજવું પડશે: રાજનાથ સિંહ

આ દેશોએ ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે અન્ય વિકલ્પો પર ગંભીર રીતે વિચારી કરી શકે છે. ખાસ કરીને ખુલી ચર્ચા પર તેઓ વિચારણા કરી શકે છે. ત્યારબાદ પ્રસ્તાવ પારિત કરવા માટે મતદાન થશે. બેઇજીંગની આપવામાં આવેલી જાણકારી મુજબ થોડા અઠવાડીયામાં નહીં પરંતુ થોડા દિવસોમાં જ આ દેશ નવો પ્રસ્તાવ લાવી શકે છે.
First published: March 16, 2019, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading