ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દિમાગ પર કરી શકે છે કોકેઈન જેવી અસર: અભ્યાસ

પ્રતીકાત્મક તસવીર

આ સ્ટડીમાં સંશોધકોએ જોયું કે ક્રેડિટ કાર્ડથી શૉપિંગ કરવી એ ગેસ પર પગ મૂકવા જેવું છે. કારણ કે ઘણા લોકો ખર્ચને જોયા વિના શૉપિંગ કરવા લાગે છે.

  • Share this:
    લંડન: તમને ખબર જ હશે કે અનેક લોકો માટે શૉપિંગ કરવું એ એક વ્યસન બની ગયું હોય છે. ત્યારે એક તાજેતરમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે દરેક ખરીદી માટે વધારે પૈસા ખર્ચવા એ તમારા દિમાગને કોકોઈન જેવી 'હિટ' આપે છે. ક્રેડિટ કાર્ડની ખરીદીથી દિમાગને આવીને જ 'હિટ' મળતી હોવાનો સંશોધકોનો દાવો છે. ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર, માસ્સાચુસેટ્ટસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ આ અભ્યાસ કર્યો છે.

    ઉલ્લેખનીય છે કે દેશમાં લાખો લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા શૉપિંગ કરી રહ્યા છે. ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવો આજકાલ સરળ બની ગયું છે. પરંતુ એક સ્ટડી મુજબ ક્રેડિટ કાર્ડથી શૉપિંગ અનેક મુશ્કેલી પણ સર્જી શકે છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે, ક્રેડિટ કાર્ડથી શૉપિંગ કરવી એ કોકેઈન જેવી હિટ આપે છે. આની આદત પણ પડી શકે છે.

    આ પણ વાંચો: બનાસકાંઠા: જેને રાખડી બાંધી હતી એણે જ સગીરાની લાજ લૂંટી, સંમતી વગર ગર્ભપાત પણ કરાવ્યો

    આ સ્ટડીમાં સંશોધકોએ જોયું કે ક્રેડિટ કાર્ડથી શૉપિંગ કરવી એ ગેસ પર પગ મૂકવા જેવું છે. કારણ કે ઘણા લોકો ખર્ચને જોયા વિના શૉપિંગ કરવા લાગે છે. સ્ટડીમાં જોયું કે, જે લોકો રોકડથી શૉપિંગ કરે છે તેઓનો ખર્ચ નિયંત્રિત છે. જ્યારે ક્રેડિટ કાર્ડ યૂઝ કરતા લોકો વિચાર્યા વગર આડેધડ ખર્ચ કરતા રહે છે.

    આ પણ વાંચો:સુરતનો માથાભારે સજ્જુ મુંબઈથી ઝડપાયો, 15થી વધારે ગુનામાં વૉન્ટેડ, ફિલ્મમાં ભજવ્યો હતો વિલનનો રોલ

    ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે વાપરવામાં આવતા કાર્ડની તુલનામાં રેસ્ટોરન્ટમાં વપરાતા કાર્ડ વધુ ખર્ચ કરાવે છે. ત્યારે રિસર્ચ કરનાર પ્રોફેસર દ્રાજેન પ્રિલેકે કહ્યું કે મનુષ્યોના દિમાગમાં એક રિવોર્ડ નેટવર્ક હોય છે. જે શૉપિંગ દરમિયાન કોઈપણ પ્રોડક્ટ પર ભારે છૂટ જોઈને એક્ટિવ થઇ જાય છે. જે બાદ વ્યક્તિ વિચાર્યા વગર ક્રેડિટ કાર્ડથી તેને ખરીદી લે છે.


    આ પણ વાંચો: અમદાવાદમાં પતિ પત્ની ઔર વો: સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય તેવો અમાનુષી અત્યાચારનો કિસ્સો

    આ સ્ટડીમાં એવા લોકો પર પણ સંશોધન થયું કે જે લોકો કેશ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જેમાં સામે આવ્યું કે, લોકો કેશની જગ્યાએ કાર્ડથી વધુ શૉપિંગ કરે છે. આ લત જરૂરતથી આગળ જતાં શોખ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે કોન્ટેક્ટ લેસ પેમેન્ટમાં વધારો થયો છે અને ડિજિટલ પેમેન્ટ્સ કરનારા લોકોની સંખ્યા વધી છે. યુકેના ચાન્સેલર ઋષિ સુનકના મતે, યુકેમાં આ વર્ષે કોન્ટેકટલેસ ટ્રાન્જેક્શનની સીમા વધીને 100 પાઉન્ડ થઇ જશે.
    First published: