આશરે એક મિનિટના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સફેદ ટી-શર્ટ પહેરેલી એક હિન્દુ છોકરી શેરીમાં સાયકલ લઈને ફરે છે, અને બાલ્કનીમાંથી રંગો ફેંકી રહેલા તમામ બાળકોના રંગો ખતમ કરાવી નાખે છે.
ન્યૂઝ18 ગુજરાતી : સોશિયલ મીડિયા પર બે દિવસ પહેલા જ સર્ફ એક્સેલનો બહિષ્કાર કરવાની ચળવળ ચાલી રહી હતી. ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહેલી સર્ફ એક્સેલની જાહેરાતને કારણે લોકો તેનો બહિષ્કાર કરવાની વાત કહી રહ્યા છે. આ જાહેરાતમાં હિન્દુ બાળકી અને મુસ્લિમ બાળકને લઈને એક નાની કહાની બતાવવામાં આવી છે. આ સ્ટોરીનો સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
આશરે એક મિનિટના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સફેદ ટી-શર્ટ પહેરેલી એક હિન્દુ છોકરી શેરીમાં સાયકલ લઈને ફરે છે, અને બાલ્કનીમાંથી રંગો ફેંકી રહેલા તમામ બાળકોના રંગો ખતમ કરાવી નાખે છે.
રંગો ખતમ થતાની સાથે તે પોતાના મુસ્લિમ મિત્રના ઘર બહાર જઈને કહે છે કે "બહાર આવી જા, હવે બધું ખતમ થઈ ગયું છે." બાળક સફેત કૂર્તો-પાયજામો અને ટોપી પહેરીને બહાર નીકળે છે. બાળકી તેને સાયકલ પર બેસાડીને મસ્જિદના દરવાજા સુધી છોડી આવે છે.
બાળક સીડી ચડતાં ચડતાં કહે છે કે નમાઝ પઢીને આવું છું. છોકરી કહે છે કે પછી માથે રંગ પડશે. છોકરીની આવી વાત પર તેનો મુસ્લિમ મિત્ર સ્મિત આપે છે. જાહેરાતના અંતમાં કહેવામાં આવે છે કે 'આપણાપણાના રંગથી બીજાને રંગવાથી દાગ લાગી જાય તો તે દાગ સારા છે.' નોંધનીય છે કે 'દાગ સારા છે'એ સર્ફ એક્સેલની પરંપરાગત લાઈને છે. સર્ફ એક્સેલે આ જાહેરાતના માધ્યમથી એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે રંગોના માધ્યમથી સમાજ એક સાથે આવી શકે છે.
આ વાતને લઈને ટ્વિટર પર અમુક લોકો હિન્દુ ફોબિક કહીને વિરોધ કરી રહ્યા છે. આને લઈને સર્ફ એક્સેલનો બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી રહી છે.
એક વ્યક્તિએ સર્ફ એક્સેલની આ જાહેરાતની ફરિયાદ તેના બોસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આને લઈને તેણે ગૂગલ પ્લે સ્ટોર પર માઇક્રોસોફ્ટના એક્સેલની એપને 1 રેટિંગ આપ્યું હતું. સાથે જ લખ્યું હતું કે boykot sarf excel. hindu birodh hai. pakisthan me ja kar business kar.