Home /News /national-international /પેન્ટાગોનની ધમકીઃ 'વહેમમાં ન રહે પાકિસ્તાન, આડે આવશે તો ભોગવશે'

પેન્ટાગોનની ધમકીઃ 'વહેમમાં ન રહે પાકિસ્તાન, આડે આવશે તો ભોગવશે'

પેન્ટાગોન (ફાઈલ તસવીર)

પેન્ટાગોને કહ્યું કે, 'અમેરિકાએ પાકિસ્તાનને જે સંદેશ આપવાનો હતો એ સ્પષ્ટ છે. તેમાં કોઈ આડા-અવળી વાત નથી.'

    વોશિંગ્ટનઃ અમેરિકાની ધમકી બાદ પાકિસ્તાનને એવું થતું હશે કે તે પરમાણુ બોમ્બ બતાવીને અમેરિકાને તેની નાની યાદ અપાવી દે. પાકિસ્તાનમાં અમુક બોલકા નેતાઓ આવું કહેતા પણ સાંભળવા મળ્યા. જોકે, પાકિસ્તાન સૈન્યના ઉચ્ચ અધિકારીઓ એ વાત બહુ સારી રીતે જાણે છે કે અમેરિકા શું કરી શકે છે. એટલે જ થોડી કૂદાકૂદ બાદ તેઓ ચૂપ થઈ ગયા છે. પાકિસ્તાનને અમેરિકા સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે તે કોઈ ભ્રમમાં ન રહે. તાજેતરમાં અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગોનની પ્રવક્તાએ પણ કંઈક આવી જ વાત કરી હતી.

    1) પેન્ટાગોને કહ્યું કે, 'અમેરિકાએ પાકિસ્તાનને જે સંદેશ આપવાનો હતો એ સ્પષ્ટ છે. તેમાં કોઈ આડા-અવળી વાત નથી.'
    2) 'પાકિસ્તાન બહુ સારી રીતે જાણે છે કે અમેરિકાએ તેને શું કરવાનું કહ્યું છે. આ વાતમાં કોઈ દ્વિધા નથી.'
    3) પાકિસ્તાને પોતાની જમીન પરથી ઓપરેટ થતા તાલિબાની, હક્કાની નેટવર્ક અને બીજા આતંકી ઠેકાણાઓને બંધ કરવા પડશે.'
    4) 'સૈન્યની મદદ હંમેશ માટે બંધ નથી કરવામાં આવી, પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહી કરે અને બદલામાં પૈસા લે.'
    5) 'અમારી આટલી કડક ચેતવણી છતાં પાકિસ્તાને આતંકવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરી હોય તેવા સંકેત મળ્યા નથી.'
    6) અમેરિકન રક્ષા મંત્રાલયના અધિકારીઓ હાલ એ વાત પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે કે, શું પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય સપ્લાય રોકવાનો પ્રયાસ કરશે.
    7) અમેરિકન અધિકારીઓએ એવા પણ સંકેત આપ્યા કે જો પાકિસ્તાન સૈન્ય સપ્લાયના રસ્તા બંધ કરી દેશે તો તેમના માટે ચિંતાનો વિષય નથી, કારણ કે સૈન્ય સપ્લાયના અન્ય રસ્તા તેમની પાસે છે.
    First published:

    Tags: તાલિબાન, પાકિસ્તાન

    विज्ञापन