Home /News /national-international /જગત જમાદાર USના રાષ્ટ્રપતિ બાઇડનના સાથી 'ચેમ્પ'નું નિધન, FB પોસ્ટ થઈ Viral

જગત જમાદાર USના રાષ્ટ્રપતિ બાઇડનના સાથી 'ચેમ્પ'નું નિધન, FB પોસ્ટ થઈ Viral

જો બાઇડન.

US President DOG Champ : અમેરિકાના રાષ્ટ્રપતિએ 'ચેમ્પ'નું નિધન થતા લખેલી ફેસબુક શ્રદ્ધાંજલિને 48000 કરતા વધુ લોકોએ શેર કરી લોકો પણ થયા ભાવુક

અમેરિકાના (USA) રાષ્ટ્રપતિને (President) જગત જમાદારની (Joe Biden) દેશી ઉપમા અપાય છે અને સ્વાભાવિક છે તે શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્ર પ્રમુખ છે. તેમની કહેલી વાતોની સમગ્ર વિશ્વ પર અસર થાય છે. તેઓ ફેસબૂક પર સત્તાવાર રીતે https://www.facebook.com/POTUS/ પેજ પરથી વિશ્વ સાથે સંવાદ સાધે છે. આ પેજ પર તે પોતાના જીવનની તમામ વાતો સત્તાવાર રીતે રજૂ કરે છે. તેમણે શનિવારે પોતાના 13 વર્ષના એક પ્રિય સાથીના નિધનના સમાચાર આપ્યા અને ફેસબૂક પર તે એટલી હદે વાયરલ થયા કે ન પૂછો વાત. અમેરિકાના રાષ્ટ્રપતિની વાતોનું મહત્ત્વ હોય છે પરંતુ તેમના જ આ પેજ પરથી તેમની અન્ય પોસ્ટને છેલ્લા કેટલાય દિવસોમાં ન મળ્યો હોય તેવો પ્રતિસાદ મળ્યો છે. તેમણે આપેલી શ્રદ્ધાંજલિની (Tribute) પોસ્ટ 48 હજાર લોકોએ ફરી શેર કરી છે જ્યારે તેમના પર 1 લાખ 62 હજાર કમેન્ટ્સ આવી છે. આવું છેલ્લા ઘણા સમયમાં તેમના ફેસબૂક પેજ પર મૂકાયેલી અન્ય પોસ્ટ સાથે થયું નથી. વાત એવી છે કે બાઇડન ફેમિલી પાસે જર્મન શેફર્ડ પ્રજાતિનો 'ચેમ્પ' (US President Dog Champ) નામનો શ્વાન હતો જે તેમની સાથે વર્ષ 2008થી હતો. બે જર્મન શેફર્ડની જોડમાનો ચેમ્પ ગઈકાલે 13 વર્ષની આયુમાં નિધન પામ્યો.

સામાન્ય માણસના શ્વાન મૃત્યુ પામે તે સમાચાર નથી બનતો પણ અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમાં પણ જોઇ બાઇડન જેવા સંવેદનશીલ વ્યક્તિ દુખ વ્યક્ત કરતા નજરે પડ્યા તો સમગ્ર વિશ્વએ તેમના આ દુખમાં ભાગીદારી નોંધાવી જેની સાબિતી તેમની વાયરલ થયેલી ફેસબુક પોસ્ટ પરથી આપવામાં આવે છે.

આ પણ વાંચો : DRDO Jobs : ડીઆરડીઓમાં જેઆરએફ અને રિસર્ચ એસોસિએટની ભરતી, પગાર 54,000 સુધી

રાષ્ટ્રપતિ બાઇડને લખ્યું કે 'છેલ્લા તેર વર્ષોથી તેઓ અમારો સતત ખીલખીલાટ કરતો સાથી હતો. સમગ્ર બાઇડન પરિવારને તેના પ્રત્યે ખૂપ પ્રેમ હતો. જીવનના છેલ્લા દિવસોમાં પણ ચેમ્પની જીજીવિષા જોવા મળતી હતી. જ્યારે પણ અમે રૂમમાં પ્રવેશ મેળવીએ ત્યારે તે કૂદકો મારીને અમારી પાસે આવી જતો હતો. અમારા અતિશય સુખના દિવસોમાં અને અતિશય દુખના દિવસોમાં તે હંમેશા અમારી સાથે રહ્યો હતો. અમારા ન કહેવાયા પ્રત્યેક શબ્દોને તે લાગણીની વાચાથી સમજી જતો હતો. અમે અમારા આ પ્રેમાળ દીકરાને ખૂબ યાદ કરીશું. કાયમ યાદ કરીશું'



અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પાસે મેજર નામનો અન્ય એક જર્મન શેફર્ડ શ્વાન પણ છે. જોકે, એક વાત એવી પણ ઉભરીને આવી રહી છે કે જગત જમાદાર ટ્રમ્પના શાસનકાળમાં વ્હાઇટ હાઉસમાં તેઓ શ્વાન રાખવાનું પસંદ નહોતા કરતા. વર્ષ 1860ના રાષ્ટ્રપ્રમુખ એન્ડ્રુ જહોનસન બાદ ટ્રમ્પ પ્રથમ એવા રાષ્ટ્રપતિ હતા જેમણે શ્વાન નહોતા રાખ્યા અથવા એમની સાથે તેઓ સમય પસાર નહોતા કરતા.

આમ બાઇડનના જીત્યા બાદ ચાર વર્ષ પછી શ્વાનની વ્હાઇટ હાઉસની અંદર સુરક્ષા સિવાયના મુદ્દે એન્ટ્રી થઈ હતી. પ્રેસિડેન્ટ બાઇડનની આ ભાવુક પોસ્ટ સાબિત કરે છે કે તેઓ પોતાના શ્વાન માટે કેટલા સંવેદનશીલ હતા. જોકે, તેમની આ પોસ્ટ ફેસબુકમાં વાયરલ થઈ જતા સમગ્ર વિશ્વના સમાચારોમાં આ ઘટનાની નોંધ લેવાઈ છે.

આ પણ વાંચો : ખુશખબરી : કેન્દ્ર સરકાર ઘરબેઠા 2 લાખ રૂપિયા કમાવવાની તક આપી રહી છે, 30 જુન પહેલાં કરવું પડશે આ કામ

આશરે 15 કલાક જેટલી જૂની આ ફેસબુક પોસ્ટને જોતા જ ખબર પડે છે કે તેમાં 8.5 વલાખ જેટલા લોકોના રિએક્શન આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ફેસબૂકની પ્રથમ ત્રણ વાયરલ પોસ્ટમાં પ્રેસિડેન્ટ બાઇડનની આ પોસ્ટને સ્થાન મળ્યું છે કારણ કે લોકો પણ તેમની સાથે આ મુદ્દે લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
First published:

Tags: Facebook, Joe biden dog champ, POTUS, USA, Viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો