અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, ભારત સાથે 3 અબજ ડૉલરની રક્ષા સમજૂતી કરી

News18 Gujarati
Updated: February 25, 2020, 3:55 PM IST
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, ભારત સાથે 3 અબજ ડૉલરની રક્ષા સમજૂતી કરી
ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા સાથે થયેલા હેલિકૉપટર સમજૂતીથી ભારતની તાકાત વધશે : ડોનાલ્ડ ટ્રમ્પ

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું કે ગુજરાતમાં શાનદાર સ્વાગત હંમેશા યાદ રહેશે. તેઓએ કહ્યું કે આ પ્રવાસ ઐતિહાસિક રહ્યો. સાબરમતી આશ્રમ, રાજઘાટ અને તાજમહેલ જઈને ખૂબ ખુશી થઈ. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી સાથે આર્થિક મુદ્દે ચર્ચા થઈ. તેઓએ કહ્યું કે અમેરિકા સાથે થયેલા હેલિકૉપટર સમજૂતીથી ભારતની તાકાત વધશે. તેઓએ કહ્યું કે ભારત આતંકવાદની વિરુદ્ધ વધુ મજબૂત થઈને લડશે.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ભારતની સાથે અમેરિકા ભવિષ્યમાં પણ કામ કરવા ઈચ્છુક છે. તેઓએ કહ્યું કે નશાના વેપારની વિરુદ્ધ લડવા માટે અમેરિકા ભારતની સાથે છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે આર્થિક સમૂજતીને વધારશે. તેઓએ કહ્યું કે બંને દેશોની વચ્ચે જે સમજૂતી થઈ છે તે ઘણી મહત્વપૂર્ણ છે.

તેઓએ કહ્યું કે, અમે 5G દૂરસંચાર ટેક્નોલોજી, હિન્દ-પ્રશાંતમાં સ્થિતિ પર ચર્ચા કરી છે. ટ્રમ્પે કહ્યું કે અમે ત્રણ અબજ ડૉલરની રક્ષા સમજૂતીને અંતિમ રૂપ આપ્યું છે. અમે કટ્ટરપંથી આતંકવાદનો સામનો કરવા સહયોગ કરવા સહમત થયા છીએ. વ્યાપક વેપાર સમજૂતી કરવા પર ફોકસ હતું.આ પહેલા પીએમ મોદીએ કહ્યું કે, આજે હોમલેન્ડ સિક્યુરિટી પર થયેલા આ નિર્ણયથી આ સહયોગને વધુ બળ મળશે. આતંકવાદના સંબંધમાં અમે અમારા પ્રયાસોને વધારવાનો નિર્ણય લીધો છે. અમારી એનર્જી પાર્ટનરશિપ સુદૃઢ થઈ રહી છે અને પરસ્પાર રોકાણ વધ્યું છે. છેલ્લા ચાર વર્ષોમાં અમારો કુલ એનર્જી વેપાર લગભગ 20 બિલિયન ડૉલર રહ્યો છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ માત્ર બે સરકારો વચ્ચેના નહીં પરંતુ લોકો પર આધારિત છે. ડિફેન્સ, ટેક્નોલોજી, ટ્રેડ રિલેશન કે પછી પીપલ ટુ પીપલ રિલેશન. અમારી વચ્ચે રક્ષા સહયોગ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા છે 3 લગ્ન! જાણો તેમની ત્રણ પત્ની અને સંતાનો વિશે
First published: February 25, 2020, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading