Home /News /national-international /અમેરિકામાં 2020 ચૂંટણીના શ્રીગણેશ, ટ્રમ્પે પ્રથમ રેલી કરી સભા ગજવી

અમેરિકામાં 2020 ચૂંટણીના શ્રીગણેશ, ટ્રમ્પે પ્રથમ રેલી કરી સભા ગજવી

ફ્લોરિડામાં પહેલી સભા ગજવી હતી. લોકોને રાષ્ટ્રવાદી અંદાજમાં સંબોધિત કરતા ટ્રમ્પે ફરી એકવાર અમેરિકાને મહાન બનાવવાની વાત કરી

ફ્લોરિડામાં પહેલી સભા ગજવી હતી. લોકોને રાષ્ટ્રવાદી અંદાજમાં સંબોધિત કરતા ટ્રમ્પે ફરી એકવાર અમેરિકાને મહાન બનાવવાની વાત કરી

  હાલમાં જ ભારતની ચૂંટણી પતી છે, જો કે દુનિયાની મહાસત્તામાંથી એક અમેરિકામાં ચૂંટણીના શ્રીગણેશ થઇ ગયા છે. જેના ભાગ રૂપે અમેરિકન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારની પ્રથમ રેલી કરી હતી. રેલીમાં તેઓએ વિપક્ષ પાર્ટી ડેમોક્રેટ્સ પર કેટલાક આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીયો મહત્વની ભુમિકામાં રહેવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે.

  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારથી 2020માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. તેમને ફ્લોરિડામાં પહેલી સભા ગજવી હતી. લોકોને રાષ્ટ્રવાદી અંદાજમાં સંબોધિત કરતા ટ્રમ્પે ફરી એકવાર અમેરિકાને મહાન બનાવવાની વાત કરી હતી. તેમને કહ્યું કે, ડેમોક્રેટ્સ નેતા દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માગે છે. દુનિયા અમેરિકાની અર્થવ્યવસ્થાની ઈર્ષ્યા કરે છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ Photos: ચીનમાં આવેલા ભૂંકપે તારાજી સર્જી; તોતિંગ મકાનો ધરાશાયી

  ફ્લોરિડાના ઓરલેન્ડોથી ટ્રમ્પે પત્ની અને પરિવાર સાથે પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. તેમને ફ્લોરિડાને બેલેટ બોક્સનો ભૂકંપ ગણાવ્યો. ગત વખતે ફ્લોરિડામાં રિપબ્લિકને મોટી જીત અપાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે એક વખત કર્યુ હતું અને ફરી કરવા જઈ રહ્યા છીએ, અમે અમેરિકાને ફરી મહાન બનાવવા જઈ રહ્યા છીએ. અમેરિકાને પહેલાં કરતા પણ વધારે સારું બનાવીશું અને આજ કારણે હું અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં બીજા કાર્યકાળ માટે ઓફિશીયલ રીતે મારૂ અભિયાન શરૂ કરતા પહેલા અહીંયા ઊભો છું.

  ટ્રમ્પે કહ્યું કે, ડેમોક્રેટ નેતા પૂર્વગ્રહથી પીડિત છે. તે લોકોને અને અમારા દેશને નષ્ટ કરવા માગે છે. તેમને કહ્યું કે, અમે આવું કરવા નહીં દઈએ. અમે GDP અને રોજગારના મુદ્દાઓ પર ચૂંટણી લડીશું. ટ્ર્મ્પના એક સમર્થક ડેવિડ મેલોનીએ કહ્યું કે, આ એક ઐતિહાસિક કાર્યક્રમ છે. ટ્ર્મ્પે તેમના ભાષણ દરમિયાન દેશની અર્થવ્યવસ્થા, સરકારની નીતિઓ અને વ્યવસાયિક દ્રષ્ટિકોણની સાથે સાથે ફેડરલ કોર્ટના પુનર્ગઠન માટેના તેમના પ્રયાસો સહિત ઘણા મુદ્દાઓ અંગેની ચર્ચા કરી. સાથે જ રાજકીય પ્રતિસ્પર્ધીઓ, ઘણી મુખ્ય મીડિયા સંસ્થા અને ગત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની દરમિયાનગીરીના સમાચારોની ટીકા કરી હતી.

  સર્વે રિપોર્ટ પ્રમાણે, ગત સપ્તાહે એક પોલમાં ટ્રમ્પની તુલનામાં પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેનને 53% અને સેંડર્સને 51% મત મળવાની શક્યતાઓ છે. ટ્રમ્પના પસંદગીના છાપા કેબલ નેટવર્ક ફોક્સ ન્યૂઝનું અનુમાન છે કે તેમના અને બિડેન વચ્ચે 49-39નું અંતર રહેશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Donald trump, USA

  विज्ञापन
  विज्ञापन