Home /News /national-international /USAના ફિલાડેલ્ફિયામાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 3ના મોત, અનેક ઘાયલ

USAના ફિલાડેલ્ફિયામાં ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 3ના મોત, અનેક ઘાયલ

અમેરિકા ફાયરીંગ

અમેરિકા (America) ના ફિલાડેલ્ફિયા (Philadelphia) માં થયેલ ગોળીબાર (Firing) ની ઘટનામાં મૃતકોમાં એક 25 વર્ષની મહિલા અને 22 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. 7 ઘાયલોને થોમસ જેફરસન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શંકાસ્પદ સહિત અન્ય પાંચને પેન્સિલવેનિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

વધુ જુઓ ...
ફિલાડેલ્ફિયા : અમેરિકા (America) ના ફિલાડેલ્ફિયા (Philadelphia) માં શનિવારે મોડી રાત્રે એક બંદૂકધારીએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર (Firing) કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. અમેરિકન ન્યૂઝ ચેનલ NBC અનુસાર, આ ઘટના મધ્યરાત્રિ પછી બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આમાં ઘણા બંદૂકધારી સામેલ હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 14 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે.

હાલ એ સ્પષ્ટ નથી થયું કે, શંકાસ્પદની હત્યા કરવામાં આવી છે કે નહીં. અધિકારીઓનું કહેવું છે કે, કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ એક હથિયાર મળી આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

બંદૂકધારીઓની શોધ ચાલુ છે

પોલીસે જણાવ્યું કે, બંદૂકધારીઓની શોધ રવિવારની વહેલી સવારે પણ ચાલુ રહી હતી. શૂટરમાંથી એકને અમેરિકન સ્ટ્રીટ પર દક્ષિણ દિશા તરફ દોડતો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી બે બંદૂકો મળી આવી હતી, જેમાંથી એકમાં મેગેઝિન હતી. સત્તાવાળાઓએ સાઉથ સ્ટ્રીટ પર બીજી અને પાંચમી સ્ટ્રીટ્સ વચ્ચેનો વિસ્તાર રાતોરાત બંધ કરી દીધો.

મૃત્યુઆંક વધી શકે છે

પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં એક 25 વર્ષની મહિલા અને 22 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. 7 ઘાયલોને થોમસ જેફરસન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શંકાસ્પદ સહિત અન્ય પાંચને પેન્સિલવેનિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અન્ય ત્રણ પીડિતોને પેન પ્રેસ્બીટેરિયન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઆ મહિને આકાશમાં જોવા મળશે દુર્લભ નજારો, એક સીધી રેખામાં દેખાશે 5 ગ્રહો

સળંગ ગોળીબાર થઈ રહ્યો

તમને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં અમેરિકામાં ગોળીબારની ઘણી ઘટનાઓ વધુ સામે આવી રહી છે. 25 મેના રોજ ટેક્સાસની એક શાળામાં ગોળીબારમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકો માર્યા ગયા હતા.
First published:

Tags: Firing, Latest firing news, North America, United states of america, USA

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો